1. Home
  2. Regional
  3. નવા ચૂંટાયેલા ભાજપના ચાર ધારાસભ્યો લેશે શપથ
નવા ચૂંટાયેલા ભાજપના ચાર ધારાસભ્યો લેશે શપથ

નવા ચૂંટાયેલા ભાજપના ચાર ધારાસભ્યો લેશે શપથ

0

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી સાથે જ ગુજરાત વિધાનસભાની 4 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં વિજયી થયેલા ભાજપના 4 નવા ધારાસભ્યોની આવતીકાલે મંગળવારે શપથ વિધી યોજાશે. આ ઉપરાંત આગામી દિવસોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર મંત્રીમંડળનું વિસ્તરણ કરે તેવી શકયતાઓ પણ વ્યક્ત થઈ રહી છે.

લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાત વિધાનસભાની ઊંઝા, માણાવદર, ધ્રાંગધ્રા અને જામનગર ગ્રામ્ય બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીમાં માણાવદરમાં ભાજપના જવાહર ચાવડા, ઊંઝામાં આશાબેન પટેલ, ધ્રાંગધ્રામાં પરસોતમ સાબરિયા અને જામનગર ગ્રામ્ય બેઠક પર રાઘવજી પટેલની જીત થઈ હતી. ચૂંટાયેલા આ ચારેય ધારાસભ્યોની આવતીકાલે મંગળવારે શપથ વિધી યોજાશે.  

લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી રાજ્યના મંત્રી પરબત પટેલ વિજયી બન્યાં છે. જેથી આગામી દિવસોમાં તેઓ રાજીનામું આપશે. જેથી રાજ્યની ભાજપ સરકાર દ્વારા મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહીછે. પરબત પટેલ ગુજરાત વિધાનસભાની થરાદ બેઠક પરથી રાજીનામું આપે તો આ બેઠક પરથી પૂર્વ મંત્રી શંકર ચૌધરી ચૂંટણી લડે તેવી શકયતાઓ છે. તેમજ તેમને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવે તેવુ ચર્ચાય રહ્યું છે. આ ઉપરાંત મંત્રીમંડળમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે તેવી અટકળો વહેતી થઈ છે.

LEAVE YOUR COMMENT