1. Home
  2. Political
  3. બનાસકાંઠા, પોરબંદર, પંચમહાલ બેઠક પર સાંસદોની ટિકિટ કાપી ભાજપે નવા ચહેરાને આપી તક
બનાસકાંઠા, પોરબંદર, પંચમહાલ બેઠક પર સાંસદોની ટિકિટ કાપી ભાજપે નવા ચહેરાને આપી તક

બનાસકાંઠા, પોરબંદર, પંચમહાલ બેઠક પર સાંસદોની ટિકિટ કાપી ભાજપે નવા ચહેરાને આપી તક

0

ભાજપે ગુજરાતની વધુ ત્રણ બેઠકો પર ઉમેદવારોના નામનું એલાન કર્યું છે. ભાજપે બુદવારે રાજ્યની બનાસકાંઠા, પોરબંદર અને પંચમહાલ બેઠક પરથી સાંસદોની ટિકિટ કાપીને નવા ચહેરાને ઉમેદવાર બનાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યમાં ભાજપ અત્યાર સુધી પાંચ બેઠકો પર નવા ઉમેદવાર ઉતારી ચુક્યું છે. ગત ચૂંટણીમાં તમામ બેઠકો ભાજપના જ ખાતામાં આવી હતી.

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ બુધવારે ગુજરાતથી ત્રણ ઉમેદવારોના નામનું એલાન કર્યું છે. બનાસકાંઠાથી પરબતભાઈ પટેલ, પોરબંદરથી રમેશ ધડુક, પંચમહાલથી રતનસિંહને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. આ ત્રણેય પાર્ટી તરફથી નવા ચહેરા છે. આ પહેલા બનાસકાંઠા પરથી હરિભાઈ પરથીભાઈ ચૌધરી, પોરબંદરથી વિઠ્ઠલ રાદડિયા અને પંચમહાલથી પ્રભાતસિંહ ચૌહાણ સાંસદ હતા.

26 લોકસભા બેઠકોવાળા ગુજરાતમાં ભાજપ તરફથી અત્યાર સુધીમાં પાર્ટી દ્વારા 19 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યમાં લોકસભાની કુલ 26 લોકસભા બેઠકો છે અને તમામ બેઠકો પર ભાજપના સાંસદો 2014ની ચૂંટણીમાં ચૂંટાયા હતા. કોંગ્રેસના ખાતામાં 2014માં એકપણ બેઠક આવી ન હતી. ગુજરાતની તમામ બેઠકો પર 23 એપ્રિલે એક જ તબક્કામા ચૂંટણી થવાની છે.

ગુજરાતની ગાંધીનગર અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી 2019 માટે નવા ઉમેદવારને ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ બેઠક પરથી ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણી ઘણીવાર સાંસદ તરીકે ચૂંટાયા છે. જ્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદની ટિકિટ પણ 2019ની ચૂંટણીમાં કાપવામાં આવી છે. સુરેન્દ્રનગરથી સાંસદ દેવજી ફતેહપુરાની ટિકિટ પણ કાપવામાં આવી છે અને તેમના સ્થાને આ બેઠક પરથી મહેન્દ્ર મુંજપારાને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

મહત્વપૂર્ણ છે કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શનમાં સુધારો કરવામાં આવ્યો હતો. માટે આ વખતે ભાજપ માટે 2014ની લોકસભાની ચૂંટણીમાં પ્રદર્શનનું પુનરાવર્તન થવું આસાન માનવામાં આવતું નથી. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કુલ 77 બેઠકો પ્રાપ્ત થઈ હતી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ ગુજરાત ખાતે ગત ત્રણ દશકમાં સૌથી સારો હતો.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં થયેલા વોટિંગનું વિશ્લેષણ કરવાથી ઉજાગર થાય છે કે ગુજરાતની 26માંથી આઠ લોકસભા બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસને ભાજપ કરતા 14 હજારથી માંડીને 1.68 લાખ વોટ વધારે મળ્યા હતા. આ બેઠકો બનાસકાંઠા, પાટન, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને આણંદ છે. એટલે કે આ આઠ લોકસભા બેઠકો હેઠળ આવનારી વિધાનસભાઓમાં કોંગ્રેસને ભાજપ કરતા વધારે વોટ પ્રાપ્ત થયા હતા.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં જે આઠ લોકસભા બેઠકો પર કોંગ્રેસને સરસાઈ જોવા મળી હતી. તેમાથી માત્ર બે સાંસદો અમરેલીથી નારણ કાછડિયા અને સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડને ફરીથી ટિકિટ આવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગર અને બનાસકાંઠાથી નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બાકીની ચાર બેઠકો પર હજી ઉમેદવારોનું એલાન થવાનું બાકી છે.

tags:

LEAVE YOUR COMMENT