1. Home
  2. ગુજરાતી
  3. મહારાષ્ટ્ર: તો હવે અનિલ કપૂર બને મહારાષ્ટ્રના CM, જાણો અભિનેતાએ શું કહ્યું..
મહારાષ્ટ્ર: તો હવે અનિલ કપૂર બને મહારાષ્ટ્રના CM, જાણો અભિનેતાએ શું કહ્યું..

મહારાષ્ટ્ર: તો હવે અનિલ કપૂર બને મહારાષ્ટ્રના CM, જાણો અભિનેતાએ શું કહ્યું..

0
  • મહારાષ્ટ્રમાં હાલમાં બીજેપી-શિવસેના વચ્ચે સીએમ પદને લઇને હુંસાતુંસી
  • આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક ટ્વીટ થઇ વાયરલ
  • યૂઝરે ટ્વીટ કરીને કહ્યું કે અનિલ કપૂર બને મહારાષ્ટ્રના સીએમ

વિધાનસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં શિવસેના અને બીજેપી વચ્ચે સીએમ પદને લઇને હુંસાતુંસી થઇ રહી છે. બન્ને પાર્ટીઓ પોતાના ઉમેદવારને સીએમ બનાવવા માટે અડગ છે. રાજકારણમાં આ મામલો ગરમાયો છે ત્યારે સોશિયલ મીડિયા પર એક યૂઝરે અભિનેતા અનિલ કપૂરને જ ફિલ્મ નાયકની જેમ મહારાષ્ટ્રના સીએમ બનાવવાનું સૂચન કરી દીધું. જેનો અનિલ કપૂરે પણ રસપ્રદ જવાબ આપ્યો હતો.

વિજય ગુપ્તા નામના એક યૂઝરે ટ્વીટ કર્યું કે મહારાષ્ટ્રમાં જ્યાં સુધી ખેંચતાણ ચાલી રહી છે ત્યાં સુધી અનિલ કપૂરને જ મુખ્યમંત્રી બનાવીને જોઇ લઇએ છીએ. ફિલ્મી પડદા પર તેનો સીએમ તરીકેનો કાર્યકાળ દરેક વ્યક્તિએ જોયો છે અને તેની સરાહના કરી છે. દેવેન્દ્ર ફડણવીસ અને આદિત્ય ઠાકરે શું વિચારી રહ્યા છે? આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ છે. અભિનેતા અનિલ કપૂરે પણ આ ટ્વીટ પર રીએકશન આપ્યું છે.

આ ટ્વીટનો જવાબ આપતા અનિલ કપૂરે કહ્યું હતું કે હું નાયક જ ઠીક છું. સોશિયલ મીડિયા પર અનિલ કપૂરની વિનોદવૃત્તિની સરાહના થઇ રહી છે. એક ચાહકે લખ્યું – પહેલા અનિલ કપૂર ના પાડશે બાદમાં શપથ લેશે. બીજા યૂઝરે લખ્યું – આમ તો આ સલાહ ખોટી નથી, એક ચાહકે ફિલ્મને બીજીવાર બનાવવાની માંગ કરી છે. લખ્યું – મને નાયક પસંદ આવી, નાયક – 2 બનવી જોઇએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.