1. Home
  2. ગુજરાતી
  3. છપાકનું TRAILER રિલીઝ: એસિડ અટેકના સર્વાઇવરની આપવીતિ દર્શાવતું મૂવિ, અહીંયા જુઓ ટ્રેલર
છપાકનું TRAILER રિલીઝ: એસિડ અટેકના સર્વાઇવરની આપવીતિ દર્શાવતું મૂવિ, અહીંયા જુઓ ટ્રેલર

છપાકનું TRAILER રિલીઝ: એસિડ અટેકના સર્વાઇવરની આપવીતિ દર્શાવતું મૂવિ, અહીંયા જુઓ ટ્રેલર

0
  • એસિડ અટેકનો ભોગ બનેલી પીડિતા પર બનેલ ફિલ્મનું ટ્રેલર રિલીઝ
  • ફિલ્મમાં દીપિકા પાદુકોણ એસિડ અટેક સર્વાઇવરના રોલમાં
  • ફિલ્મ 10 જાન્યુઆરી 2020ના રોજ થશે થિયેટરમાં રિલીઝ

એસિડ અટેકનો ભોગ બનેલી સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત ફિલ્મ છપાકનું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. મૂવિમાં દીપિકા પાદુકોણ મુખ્ય અભિનેત્રી તરીકે એસિડ અટેક સર્વાઇવરની ભૂમિકા નિભાવી રહી છે. મેઘના ગુલઝારના નિર્દેશનમાં બનેલી ફિલ્મના ટ્રેલરમાં દીપિકા પાદુકોણની દમદાર ભૂમિકા જોઇ શકાય છે જ્યારે ફિલ્મમાં તેની સામે વિક્રાંત મૈસી પણ મહત્વપૂર્ણ રોલમાં છે. છપાકના ટ્રેલરને દર્શકોનો શાનદાર પ્રતિસાદ સાંપડ્યો છે.

છપાકના ફર્સ્ટ પોસ્ટરમાં પણ દીપિકા પાદુકોણનો એસિડ અટેક સર્વાઇવર લુકમાં જોઇને ચાહકો પણ દિગ્મુઢ થઇ ગયા હતા. પોસ્ટરમાં દીપિકા આબેહૂબ લક્ષ્મી અગ્રવાલ જેવી જ દેખાઇ રહી છે. મૂવિ 10 જાન્યુઆરી 2020ના રોજ થિયેટરમાં રિલીઝ થઇ રહી છે.

કોણ છે લક્ષ્મી અગ્રવાલ

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2005માં એક વિકૃત શખ્સે લક્ષ્મી અગ્રવાલ પર તેજાબ ફેંક્યું હતું. લક્ષ્મીએ તે શખ્સ સાથે લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવતા આ શખ્સે પીતો ગુમાવ્યો હતો અને તેના પર એસિડ અટેક કર્યો હતો. એસિડને કારણે લક્ષ્મીનો ચહેરો સંપૂર્ણપણે ખરાબ થઇ ગયો હતો. ચહેરો ખરાબ થવા છત્તાં તેઓએ હાન નહોતી માની તેમજ કાનૂની લડત આપી હતી જેના પરિણામ સ્વરૂપ સ્થાનિક દુકાનોમાં એસિડ અને કેમિકલના વેચાણ પર સખત કાનૂન બન્યો હતો.   

LEAVE YOUR COMMENT

Your email address will not be published.