in , , ,

વર્ષ 2020 ના ઑસ્કારમાં ભારત તરફથી જશે ફિલ્મ ‘Gully Boy’

  • મેલબૉર્નના IFFમાં જીતી ચૂકી છે સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ
  • મૂવિમાં રણવીર સિંહ પહેલી વાર રેપરની ભૂમિકામાં
  • હવે ઑસ્કારમાં મોકલાશે

ઝોયા અખ્તરની ફિલ્મ ‘ગલી બૉય’ ને હવે ઑસ્કારમાં મોકલાશે. ગલી બૉયનું બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર યોજાયેલું છે અને મેલબૉર્નના ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવૉર્ડ જીતી ચૂકી છે ત્યારે હવે ભારત તરફથી ફિલ્મ ‘ગલી બૉય’ ને ઑસ્કારમાં મોકલવામાં આવશે. ફિલ્મમાં પ્રથમવાર રણવીર સિંહ રેપરની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

જણાવી દઇએ કે 14 ફેબ્રુઆરી 2019ના રોજ રિલીઝ થયેલી ગલી બૉયમાં આલિયા ભટ્ટ પણ છે જે રણવીરની ગર્લફ્રેન્ડની ભૂમિકામાં છે. આ ફિલ્મ મુંબઇના ધારાવી વિસ્તારમાં રહેતા ભારતીય રેપરના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ઉપરાંત કલ્કિ કોચલિન પણ છે.

પહેલી વાર આ ફિલ્મમાં રણવીર-આલિયા સિલ્વર સ્ક્રીન પર નજર આવ્યા હતા. ખાસ વાત એ છે કે આ ફિલ્મ માટે રણવીરે રેપ શીખ્યું હતું અને ગાયું પણ હતું. લોકોને પણ તે ગમ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NIAએ તમિલનાડુમાં 2 સ્થાનો પર પાડયા દરોડા, અસરુલ્લાહ જૂથના એક શકમંદની અટકાયત

ગાંધી જયંતી પર કોંગ્રેસ દેશભરમાં કરશે પદયાત્રા, સોનિયા ગાંધી કોંગ્રેસીઓને અપાવશે શપથ