1. Home
  2. ગુજરાતી
  3. અક્ષય કુમાર-કરીના કપૂરની ‘Good news’ મૂવિનું ટ્રેલર લૉન્ચ, અહીંયા જુઓ
અક્ષય કુમાર-કરીના કપૂરની ‘Good news’ મૂવિનું ટ્રેલર લૉન્ચ, અહીંયા જુઓ

અક્ષય કુમાર-કરીના કપૂરની ‘Good news’ મૂવિનું ટ્રેલર લૉન્ચ, અહીંયા જુઓ

0
  • અક્ષયકુમાર-કરીના કપૂરની ફિલ્મ ગુડ ન્યૂઝનું ટ્રેલર થયું લૉન્ચ
  • ફિલ્મમાં અક્ષય, કરીના ઉપરાંત દિલજીત દોંસાજ અને કિયારાની પણ ભૂમિકા
  • ફિલ્મ કૉમેડી, કન્ફ્યુઝન, ઇમોશન્સનું છે રોલર કોસ્ટર

અક્ષય કુમાર અને કરીના કપૂરની ફિલ્મ ગુડ ન્યૂઝનું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. આ ફિલ્મમાં અક્ષય અને કરીના ઉપરાંત દિલજીત દોસાંજ અને કિયારા આડવાણી પણ જોવા મળશે.

ટ્રેલરના રિવ્યૂની વાત કરીએ તો અક્ષય કુમાર આ વખતે પણ આપને હસાવીને લોટપોટ કરવા માટે તૈયાર છે, પરંતુ ફિલ્મની પટકથા થોડી અલગ છે. કરીના અને અક્ષય કુમાર IVF મારફતે સંતાન પ્રાપ્તિ માટે હોસ્પિટલ પહોંચે છે, જ્યાં દિલજીત અને કિયારા સાથે ટકરાઇ જાય છે. ડૉક્ટરની બેદરકારીને કારણે અક્ષયનું સ્પર્મ કિયારાના એગ્સ અને દિલજીતનું સ્પર્મ કરીનાના એગ્સમાં મિક્સઅપ થઇ જાય છે. તેના પછી શરૂ થાય છે કૉમેડી, રોમાંચ અને ઇમોશન્સનું રોલર કોસ્ટર.

અક્ષય અને દિલજીતની જબરદસ્ત કૉમેડી જોઇને તમે પણ હસીને લોટપોટ થઇ જશો. જો કે ડૉકટર્સની ભૂલ બાદ જ્યારે કરીના અન કિયારા માતૃત્વ ધારણ કરશે ત્યારે તેઓ સાથે શું થશે, તે તો હવે આપણને મૂવિ જોયા બાદ જ ખબર પડશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.