1. Home
  2. ગુજરાતી
  3. કેબીસી 11 વિવાદ: છત્રપતિ શિવાજી મહારાજના અપમાન પર અમિતાભે માફી માંગી
કેબીસી 11 વિવાદ: છત્રપતિ શિવાજી મહારાજના અપમાન પર અમિતાભે માફી માંગી

કેબીસી 11 વિવાદ: છત્રપતિ શિવાજી મહારાજના અપમાન પર અમિતાભે માફી માંગી

0

કોન બનેગા કરોડપતિ 11ના એક સવાલ દરમિયાન અજાણ્યામાં થયેલા છત્રપતિ શિવાજી મહારાજના અપમાન પર હોસ્ટ અમિતાભ બચ્ચને માફી માંગી છે. બિગ બીએ ટ્વીટર પર લખ્યું હતું કે અનાદર કરવાનો કોઇ ઇરાદો ન હતો. જો કોઇની ભાવનાઓને ઠેંસ પહોંચી છે તો માફી માંગું છું. તે ઉપરાંત તેમણે શોના નિર્માતા સિદ્વાર્થ બસુની ટ્વીટ પણ શેર કરી છે.

સિદ્વાર્થે પોતાની ટ્વીટમાં લખ્યું કેબીસી 11ના સવાલમાં છત્રપતિ શિવાજી મહારાજના અપમાનનો કોઇ ઇરાદો ન હતો. આ સીઝનમાં એવા અનેક સવાલ આવ્યા છે જેમાં દરેકના નામને સંપૂર્ણ સંબોધન સાથે સામેલ કરાયા છે. અજાણ્યામાં થયેલા આ ચૂક માટે અમે માફી માંગીએ છીએ.

શું છે સમગ્ર મામલો
હકીકતમાં, કેબીસી-11ના 6 નવેમ્બરના એપિસોડમાં એક સવાલના વિકલ્પોમાં છત્રપતિ શિવાજી મહારાજના સંપૂર્ણ નામના બદલે માત્ર શિવાજી શબ્દનો ઉપયોગ થયો હતો. જ્યારે અન્ય રાજાઓનું નામ સંપૂર્ણ લખાયું હતું. સવાલ હતો – આમાથી ક્યાં શાસક મુઘલ સમ્રાટ ઓરંગઝેબના સમકાલીન હતા?, વિકલ્પમાં મહારાણા પ્રતાપ, રાણા સાંગા, મહારાજા રણજીત સિંહ અને શિવાજી લખ્યું હતું. જેને કારણે લોકોની ભાવનાઓને ઠેંસ પહોંચી હતી અને ટ્વીટર પર #Boycottkbc હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.