1. Home
  2. ગુજરાતી
  3. બિગ બીએ પહેલા ફોટોશૂટની તસ્વીર સોશિયલ મીડિયા પર કરી શેર, કહ્યું…
બિગ બીએ પહેલા ફોટોશૂટની તસ્વીર સોશિયલ મીડિયા પર કરી શેર, કહ્યું…

બિગ બીએ પહેલા ફોટોશૂટની તસ્વીર સોશિયલ મીડિયા પર કરી શેર, કહ્યું…

0
  • અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર તેના પહેલા ફોટોશૂટની એક તસવીર કરી શેર
  • આ પ્રોજેક્ટમાં ન કોઈ સ્ટાર હતો ન કોઈ સ્ટાઇલ હતી -અમિતાભ બચ્ચન
  • ફેન્સ બિગ બીના લૂકના કરી રહ્યા છે વખાણ

મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે જૂના કિસ્સા અથવા ફોટા શેર કરતા હોય છે. ફેન્સને સરપ્રાઈઝ આપતા અમિતાભ બચ્ચને તેના પહેલા ફોટોશૂટની એક તસવીર શેર કરી છે. જો કે તેમણે એક ફિલ્મ મેગેઝિન માટે કર્યું હતું. આ વાત છે વર્ષ 1969ની.

અમિતાભ બચ્ચનના પહેલા ફોટોશૂટની તસ્વીર વાયરલ

https://www.instagram.com/p/B–JBjDhFT-/?utm_source=ig_web_copy_link

અમિતાભે પોતાના પહેલા ફોટોશૂટની તસવીર શેર કરતી વખતે લખ્યું- 1969માં ઇન્ડસ્ટ્રીમાં જોડાયા પછી ફિલ્મ મેગેઝિન માટેનું મારું પહેલું ફોટોશૂટ. તે સ્ટાર અને સ્ટાઇલ માટે હતું. ફિલ્મફેર મેગેઝિન સિવાય તે સમયે તે બીજું પોપ્યુલર મેગેઝિન હતું. પત્રકાર દેવયાની ચૌબલને લાગતું હતું કે, હું એક સ્ટાર છું અને મારી પાસે સ્ટાઇલ પણ છે, તે આવું વિચારતી હતી પરંતુ આ પ્રોજેક્ટમાં ન કોઈ સ્ટાર હતો ન કોઈ સ્ટાઇલ હતી. ફોટોશૂટમાં અમિતાભ બચ્ચને ગ્રીન કલરનો ટી-શર્ટ પહેર્યો છે.

પોતાની પોસ્ટમાં અમિતાભ બચ્ચને મજાકથી કહ્યું કે આ પ્રોજેક્ટમાં ન કોઈ સ્ટાર હતો ન કોઈ સ્ટાઇલ હતી. પરંતુ તેના ફેન્સ આ સાથે સહમત નથી. આજે અમિતાભ બચ્ચન તેમની મહેનતથી આ મુકામ સુધી પહોંચ્યા છે ત્યાં સુધી પહોંચવું કોઈ માટે સામાન્ય વાત નથી.

અમિતાભ બચ્ચનના પહેલા ફોટોશૂટની તસવીર ફેન્સ વચ્ચે વાયરલ થઈ રહી છે. તેઓ બિગ બીના લૂકના વખાણ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું – તમે પહેલાં પણ સ્માર્ટ હતા અને આજે પણ સ્માર્ટ છો. અમિતાભની આ તસવીરને લોકો ઘણો પ્રેમ આપી રહ્યા છે. અમિતાભ બચ્ચનની જોરદાર ફેન ફોલોઇંગ છે. વર્કફ્રન્ટ પર અમિતાભ બચ્ચન 77 વર્ષની ઉંમરે પણ ફિલ્મોમાં સક્રિય છે. તેમની ઘણી ફિલ્મો આવનારી છે જેમાં ગુલાબો સીતાબો, ઝુંડ અને બ્રહ્માસ્ત્ર સામેલ છે.

(દેવાંશી)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.