1. Home
  2. ગુજરાતી
  3. ડ્રીમ ગર્લ-છિછોરેની બૉક્સ ઓફિસ પર ધમાલ, આટલી રહી હિટ
ડ્રીમ ગર્લ-છિછોરેની બૉક્સ ઓફિસ પર ધમાલ, આટલી રહી હિટ

ડ્રીમ ગર્લ-છિછોરેની બૉક્સ ઓફિસ પર ધમાલ, આટલી રહી હિટ

0

સુશાંત સિંહ રાજપૂત, શ્રદ્વા કપૂર, વરુણ શર્મા, તાહિર ભસીન અને નવીન પોલશેટ્ટીની જેવા બોલિવુડ અભિનેતાઓથી સજેલી ફિલ્મ છિછોરેનો જાદુ બૉક્સ ઓફિસ પર કાયમ છે. ફિલ્મે પ્રથમ સપ્તાહમાં જ 68 કરોડનો બિઝનેસ કર્યા બાદ બીજા સપ્તાહમાં 40 કરોડની કમાણી કરી હતી. ફિલ્મ આ સાથે જ 100 કરોડના ક્લબમાં સામેલ થઇ ચૂકી છે અને હાલમાં ફિલ્મે કુલ 125 કરોડ 23 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. બીજી તરફ આયુષ્માન ખુરાના સ્ટારર ડ્રીમ ગર્લ પણ 100 કરોડના કલબની નજીક પહોંચી છે.  

છિછોરે 6 સપ્ટેમ્બરે રિલીઝ થઇ હતી જ્યારે ડ્રીમ ગર્લ 13 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઇ હતી. બન્નેની રિલીઝ ડેટમાં એક સપ્તાહનો જ ફરક છે. ડ્રીમ ગર્લે પહેલા જ સપ્તાહમાં 72 કરોડ 20 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને બીજા સપ્તાહમાં 25 કરોડ કમાઇ ચૂકી છે. ફિલ્મનો કુલ બિઝનેસ 97 કરોડ 65 લાખ રૂપિયા થયો છે.

આયુષ્માન ખુરાના અને નુસરતા ભરુચા સ્ટારર ડ્રીમ ગર્લ 100 કરોડનો આંક જલ્દી પાર કરે તેવી શક્યતા છે. આ બન્ને ફિલ્મો ખાસ કરીને તેની અલગ સ્ટોરી લાઇનને લઇને દર્શકોને ખૂબજ પસંદ પડી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.