1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડના મહાનાયક અમિતાભનું 75 ટકા લીવર ખરાબ, આ રીતે છે જીવનમાં સક્રિય
બોલિવૂડના મહાનાયક અમિતાભનું 75 ટકા લીવર ખરાબ, આ રીતે છે જીવનમાં સક્રિય

બોલિવૂડના મહાનાયક અમિતાભનું 75 ટકા લીવર ખરાબ, આ રીતે છે જીવનમાં સક્રિય

0

કૌન બનેગા કરોડપતિની નવી સીઝનથી ફરી સ્ક્રીન પર છવાયેલા બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન હાલમાં કથળતા સ્વાસ્થ્ય સામે ઝઝુમી રહ્યા છે. હંમેશા ફિટ અને એક્ટિવ દેખાતા બિગ બીનું 75 ટકા લીવર ખરાબ થઇ ચૂક્યું છે. હવે અમિતાભ માત્ર 25 ટકા લીવરના સહારે જીવી રહ્યા છે.

76 વર્ષના અમિતાભ બચ્ચન એ એક કાર્યક્રમમાં સ્વાસ્થ્ય વિશે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ તેના સ્વાસ્થ્યને લઇને નિયમિત મેડિકલ ચેકઅપ કરાવવું જ જોઇએ. મને ટ્યૂબરક્લોસિસની તકલીફ છે અને બીજી પણ અનેક સ્વાસ્થ્યની સમસ્યાઓ છે. જો આ બિમારીઓ વિશે સમયસર જાણ થાય તો તેનો ઇલાજ સંભવ છે. અનેક મુશ્કેલીઓનો સામનો કરી ચૂકેલા અમિતાભ ક્યારેય પણ મુશ્કેલીઓને તેના પર હાવી થવા દેતા નથી.

અમિતાભ તેની ફિટનેસનું ખૂબજ ધ્યાન રાખે છે. નિયમિત કસરત કરવા ઉપરાંત વૉક પર જાય છે. દિવસભર સક્રિય રહેવા ઉપરાંત ખાનપાનમાં પણ સંયમ જાળવી રાખે છે.
સ્વાસ્થ્ય પ્રત્યેની તેની જાગરુકતાને કારણે જ તેઓ આટલી ઉંમરે પણ ઓન સ્ક્રીન પર સક્રિય છે. ટીવી પર કેબીસી ચાલે છે. તે ઉપરાંત હાલમાં બિગ બી બ્રહ્માસ્ત્ર, ગુલાબો સિતાબો, સઇ રા નરસિમ્હા રેડ્ડી જેવી ફિલ્મોના શૂટિંગમાં પણ વ્યસ્ત છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.