1. Home
  2. ગુજરાતી
  3. કોરિયોગ્રાફર રેમો ડિસોઝાની મુશ્કેલી વધી, ગાઝિયાબાદ પોલીસએ પાસપોર્ટ જમા કર્યો
કોરિયોગ્રાફર રેમો ડિસોઝાની મુશ્કેલી વધી, ગાઝિયાબાદ પોલીસએ પાસપોર્ટ જમા કર્યો

કોરિયોગ્રાફર રેમો ડિસોઝાની મુશ્કેલી વધી, ગાઝિયાબાદ પોલીસએ પાસપોર્ટ જમા કર્યો

0

બૉલિવુડના કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર રેમો ડિસોઝાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ બાદ તેઓએ પોતાનો પાસપોર્ટ ગાઝિયાબાદ પોલીસમાં જમા કરાવ્યો છે. રેમો ડિસોઝા વિરુદ્વ ગાઝિયાબાદના સિહાનીગેટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી સહિતના કેટલાક મામલાઓ નોંધાયેલા છે.

5 કરોડની છેતરપિંડીનો આરોપ
રેમો ડિસોઝા વિરુદ્વ ગાઝિયાબાદના સત્યેન્દ્ર ત્યાગીએ 5 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. તેઓનો આરોપ છે કે વર્ષ 2013માં રેમો સાથે તેમની મુલાકાત થઇ હતી. રેમોએ પોતાની ફિલ્મ અમર મસ્ટ ડાયમાં ત્યાગીને 5 કરોડ રૂપિયા લગાવવા માટે કહ્યું હતું. ત્યાગીએ આરોપ લગાવ્યો હતો કે કે રેમોએ વાયદો કર્યો હતો કે ફિલ્મ રિલીઝ થયા બાદ તેઓને બે ગણી રકમ પરત કરશે. પરંતુ ફિલ્મની રિલીઝ બાદ રેમોએ પૈસા પરત નથી કર્યા.

સત્યેન્દ્ર એ એવો પણ આરોપ લગાવ્યો હતો કે રેમો ડિસોઝા પાસે જ્યારે પૈસા માંગવામાં આવ્યા ત્યારે તેઓને ધમકી મળવા લાગી. 13 ડિસેમ્બર 2016ના રોજ તેઓને પ્રસાધ પુજારી નામના એક શખ્સે ધમકી આપી હતી. પુજારીએ ખુદ અંડરવર્લ્ડનો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પણ વારંવાર ધમકી મળ્યા બાદ તેઓએ પોલીસ સ્ટેશનમાં રેમો ડિસોઝા વિરુદ્વ ફરિયાદ દાખલ કરી હતી.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.