1. Home
  2. ગુજરાતી
  3. જુઓ VIDEO: દીપિકા પાદુકોણ-રણવીસ સિંહે Golden Templeમાં માથું ટેક્યું
જુઓ VIDEO: દીપિકા પાદુકોણ-રણવીસ સિંહે Golden Templeમાં માથું ટેક્યું

જુઓ VIDEO: દીપિકા પાદુકોણ-રણવીસ સિંહે Golden Templeમાં માથું ટેક્યું

0
  • બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહની પહેલી મેરેજ એનિવર્સરી
  • તિરુમાલામાં વેંકટેશ્વર મંદિરમાં આર્શીવાદ બાદ ગોલ્ડન ટેમ્પલ ખાતે માથું ટેક્યું
  • સોશિયલ મીડિયામાં બન્નેનો વીડિયો વાયરલ

બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહે શુક્રવારે પંજાબના અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ ખાતે માથું ટેક્યું હતું. પોતાના લગ્નની પહેલી વર્ષગાંઠ નિમિત્તે બન્ને સુપરસ્ટાર્સ અહીંયા પહોંચ્યા હતા. આ અવસર પર બન્નેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયો ઉપરાંત બન્નેની તસવીરો પણ વાયરલ થઇ રહી છે. તે પહેલા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ગુરુવારે તિરુમાલાના પ્રસિદ્વ મંદિરમાં ભગવાન વેંકટેશ્વરની પૂજા અર્ચના કરી હતી.

દીપિકા પાદુકોણે રણવીસ સિંહને ટેગ કરીને ઇન્સ્ટાગ્ર્મ પર પોસ્ટ કરી હતી. અમારા લગ્નની પહેલી વર્ષગાંઠ પર અમે ભગવાન વેંકટેશ્વરની પૂજા કરી આર્શીવાદ લીધા. આપ દરેકના પ્રેમ, પ્રાર્થનાઓ તેમજ શુભેચ્છાઓ માટે આભાર.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.