1. Home
  2. ગુજરાતી
  3. કંગનાએ પ્રેસ કોન્ફરન્સમાં મચાવી બબાલ – રિપોર્ટર સાથે બાખડી પડી
કંગનાએ પ્રેસ કોન્ફરન્સમાં મચાવી બબાલ – રિપોર્ટર સાથે બાખડી પડી

કંગનાએ પ્રેસ કોન્ફરન્સમાં મચાવી બબાલ – રિપોર્ટર સાથે બાખડી પડી

0

બોલિવૂડ અભિનેત્રી કંપની રણૌત હાલમાં તો તેના આગામી ફિલ્મ જજમેંટન હૈ ક્યાના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ જ ફિલ્મનું એક ગીત વખર સ્વેગ રિલીઝ થયું હતું. ગીતના લોન્ચિંગ દરમિયાન યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કંગના રણૌત રિપોર્ટર પર ભડકી હતી. રિપોર્ટર સવાલ પૂછે એ પહેલા જ કંગનાએ બબાલ મચાવી હતી.

કંગનાએ એક પત્રકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે પત્રકાર જાણી જોઇને તેના વિરુદ્વ જેમ તેમ લખે છે. તેના કારણે કંગનાની બ્રાન્ડ અને ઇમેજ વધુ ખરાબ થઇ રહી છે. રિપોર્ટર સાથે બોલાચાલી કરતા કહ્યું હતું કે તમે મારી વાનમાં આવ્યા હતા અને ત્રણ કલાકના ઇન્ટરવ્યૂ બાદ વસ્તુ બદલાઇ ગઇ હતી. શું મે મણિકર્ણિકા બનાવીને કોઇ ભૂલ કરી છે?  

કંગના સ્ટેજ પર રિપોર્ટર પર સવાલો ઉઠાવી રહી હતી અને રિપોર્ટર પણ તેનો બચાવ કરી રહ્યો હતો. આ હંગામા દરમિયાન એંકર મામલાને થાળે પાડવા માટે પ્રયાસ કરી રહ્યો હતો તેવામાં ત્યાં હાજર એક રિપોર્ટર રોષે ભરાયો હતો. રિપોર્ટર તેનો વિરોધ કરતો હતો. આ બબાલ બાદ એકતાએ એંકરને ચૂપ કર્યો હતો અને વાતચીત આગળ વધારવા કહ્યું હતું.

કંગના અને રિપોર્ટસ વચ્ચેની આ બબાલને શાંત કરવા માટે આવેલા હોસ્ટ પર પણ મીડિયાવાળા ભડક્યા હતા. ત્યારબાદ એકતા કપૂરે આ મામલાને શાંત કર્યો હતો. જો કે હાલમાં તો કંગના આ વાતને લઇને સમાધાન કરવાના કોઇ મૂડમાં નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.