in , ,

અંગ્રેજી મીડિયમનું ટ્રેલર રિલીઝ: દીકરીનું સ્વપ્ન સાકાર કરવા માટે પિતાના સંઘર્ષનો સંદેશ

  • કેન્સર સામે લડત બાદ રૂપેરી પડદે ઇરફાન ખાન કરશે કમબેક
  • હિંદી મીડિયમની સિક્વલ અંગ્રેજી મીડિયમનું ટ્રેલર થયું રિલીઝ
  • ફિલ્મ આપને હસાવશે, રડાવશે અને હસાવશે: ઇરફાન ખાનનો દાવો

કેન્સર સામે લડત બાદ ઇરફાન ખાન રૂપેરી પડદે ફરીથી કમબેક કરવા જઇ રહ્યો છે. ઇરફાન ખાન ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ થી કમબેક કરી રહ્યો છે. અંગ્રેજી મીડિયમનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જે ખૂબ જ મજેદાર છે. ટ્રેલરની શરૂઆત ઇરફાન ખાનની દીકરીની ભૂમિકા કરતી અભિનેત્રી રાધિકા મદાનથી થાય છે. જ્યાં તેને સ્કૂલમાં સન્માનિત કરાય છે. ત્યારબાદ ઇરફાન ખાનની એક સ્પીચ છે જેમાં તે તૂટેલું ઇગ્લિંશ બોલે છે અને ત્યારબાદ હિન્દી બોલીને સૌને હસાવી દે છે.

આ ફિલ્મના ટ્રેલર પરથી ફિલ્મનો સંદેશ સ્પષ્ટ થાય છે. ફિલ્મનો સંદેશ દીકરીના સપના પૂરા કરવા માટે મથતા પિતાનો સંઘર્ષ દર્શાવવાનો છે. ફિલ્મના ટ્રેલરમાં પિતા-પુત્રીનો પ્રેમ, પિતાનો દીકરીના સપના પૂરા કરવા માટેનો સંઘર્ષ, મહેનત, અંગ્રેજી ભાષાનો ક્રેઝ, યુવાવર્ગનું જીવન જેવી અનેક બાબતો દર્શાવવામાં આવી છે. આ ફિલ્મનું ટ્રેલર ખૂબજ રસપ્રદ છે અને તે તમને છેક સુધી જકડી રાખે છે. ફિલ્મ વિશે ખુદ ઇરફાન ખાને દાવો કર્યો છે કે આ ફિલ્મ તમને હસાવશે, રડાવશે અને ફરી હસાવશે.

અંગ્રેજી મીડિયમમાં ઇરફાન ખાન ઉપરાંત કરીના કપૂર ખાન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ઇરફાન ખાનની સાથોસાથ રાધિકા મદાન પણ ફિલ્મમાં લીડ રોલમાં ચમકશે. રાધિકા ઇરફાનની પુત્રીની ભૂમિકા નિભાવતી જોવા મળશે. ફિલ્મની રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં કરીના કપૂરે પહેલી વાર પોલીસનો રોલ કર્યો છે. ‘અંગ્રેજી મીડિયમ’માં ડિંપલ કપાડિયા, રણવીર શૌરી, કિકુ શારદા અને દીપક ડોબરિયાલ પણ મહત્વની ભૂમિકામાં છે.

જુઓ ટ્રેલર:

આપને જણાવી દઇએ કે ‘અંગ્રેજી મીડિયમ’ વર્ષ 2017માં આવેલી ફિલ્મ ‘હિંદી મીડિયમ’ની સિક્વલ છે. હિંદી મીડિયમ ખૂબજ હિટ સાબિત થઇ હતી અને દર્શકોના દિલ પર છવાઇ ગઇ હતી. આ ફિલ્મમાં ઇરફાનની સાથે પાકિસ્તાની હીરોઇન સબા કરમ હતી.

(સંકેત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટેલિકોમ કંપનીઓ રકમ ચુકવણી ન કરતા કોર્ટએ કરી લાલ આંખ -કહ્યું ‘દેશમાં કાયદા જેવું છે કે નહી,કોર્ટ બંધ કરી દઈએ’

AGR શું છે -જેના કારણે ટેલિકોમ કંપનીઓના બિઝનેસ પર આવ્યું છે સંકટ