1. Home
  2. ગુજરાતી
  3. લતા મંગેશકરની હાલત હજુ પણ ગંભીર, બૉલિવુડ સ્ટાર્સ પણ કરી રહ્યા છે પ્રાર્થના
લતા મંગેશકરની હાલત હજુ પણ ગંભીર, બૉલિવુડ સ્ટાર્સ પણ કરી રહ્યા છે પ્રાર્થના

લતા મંગેશકરની હાલત હજુ પણ ગંભીર, બૉલિવુડ સ્ટાર્સ પણ કરી રહ્યા છે પ્રાર્થના

0

મશહૂર ગાયિકા અને કોકિલ કંઠી લતા મંગેશકરના સ્વાસ્થ્યને લઇને ખબર આવી છે. જણાવી દઇએ કે 90 વર્ષના લતા મંગેશકરને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ સોમવારે બ્રીચ કેંડી હોસ્પિટલમાં ભરતી કરાયા હતા. તેઓને વાયરલ ઇન્ફેક્શન ઉપરાંત ફેંફસામાં સંક્રમણ થવાને કારણે ICUમાં રાખવામાં આવ્યા હતા પરંતુ હજુ પણ તેની તબિયત ગંભીર છે.

મીડિયા સાથેની વાતચીતમાં બ્રીચ કેંડીના ડૉક્ટર પ્રતીત સમદાનીએ જણાવ્યું કે લતા મંગેશકરની હાલત હજુ પણ ચિંતાજનક છે. તેમનું લેફ્ટ વેંટ્રિક્યૂલર ફેલ થઇ ચૂક્યું છે અન ન્યૂમોનિયાની પણ ઝપેટમાં છે.

જો કે લતા મંગેશકરના સ્વાસ્થ્યમાં ગત દિવસોની સરખામણીએ સુધાર છે પરંતુ તબીયત હજુ પણ ગંભીર છે અને ડૉક્ટરોની એક ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.

અભિનેત્રી અન સાંસદ હેમા માલિનીએ પણ લતા મંગેશકરના સ્વાસ્થ્યને લઇને ટ્વીટ કરી હતી જેમાં તેમના સ્વાસ્થ્યને ક્રિટિકલ સ્ટેજ પર જણાવી હતી. હેમા માલિનીએ તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતી ટ્વીટ પણ કરી હતી.

હેમા માલિનીએ લખ્યું કે લતા મંગેશકરજી માટે પ્રાર્થના, જે હોસ્પિટલમાં ભરતી છે અને ગંભીર હાલતમાં છે. ભગવાન તેના આ સંકટમાંથી બહાર નીકળવાની શક્તિ આપે. રાષ્ટ્રની ભારત રત્ન, ભારતની કોકિલ કંઠી લતા જી માટે હું પ્રાર્થના કરું છું.

વર્ષ 1929માં જન્મેલ લતા મંગેશકરને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો ઉપરાંત દાદા સાહેબ ફાળકે પુરસ્કાર તેમજ ફ્રાંસનું સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, ઑફિસર ઑફ દ લીજન ઑફ ઑનરથી પણ સમ્માનિત કરાયા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.