1. Home
  2. ગુજરાતી
  3. Love Aaj kal Movie Review : ઇત્મિયાઝની આ ફિલ્મ દર્શકોને ખાસ પસંદ નહીં આવે
Love Aaj kal Movie Review : ઇત્મિયાઝની આ ફિલ્મ દર્શકોને ખાસ પસંદ નહીં આવે

Love Aaj kal Movie Review : ઇત્મિયાઝની આ ફિલ્મ દર્શકોને ખાસ પસંદ નહીં આવે

0

ઇમ્તિયાઝ અલી બોલિવૂડના જાણીતા નિર્દેશકોમાંથી એક છે. તેઓ હિન્દી સિનેમામાં ખાસ કરીને લવ સ્ટોરીને લગતા મૂવિ માટે જાણીતા છે અને તેના મોટા ભાગના ફિલ્મો દર્શકોને ગમતા હોય છે. પરંતુ તેમની છેલ્લી ફિલ્મ જબ હૈરી મેટ સેજલ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી ત્યારે હવે બે વર્ષ પછી તેઓ તેમની જ પહેલાની ફિલ્મ લવ આજ કલની સિક્વલ લવ આજ કલ 2 લઇને આવ્યા છે. જો કે આ ફિલ્મ પણ દર્શકોને ખાસ પસંદ નહીં આવે તેવું લાગી રહ્યું છે. આ ફિલ્મ તેની પહેલી ફિલ્મ જેવી પકડ જાળવી રાખવામાં નિષ્ફળ નિવડી છે.

ફિલ્મની સ્ટોરી અંગે વાત કરીએ તો સારા અલી ખાન અને વીરથી શરૂ થાય છે. તે નાઇટ ક્લબમાં મળે છે. તે હુકઅપ કરવા માટે તૈયાર હોય છે પણ વીરને થાય છે કે જોઇ જ તે યુવતી છે જે તેની સપનાની રાની કે જેનાથી તે સાચો પ્રેમ કરી શકે. પણ જોઇ માટે કેરિયરથી ઉપર કંઇ નથી. તે પછી જોઇ કૈફના માલિક રાજથી થાય છે. જે તેને પોતાની 90ની દશકની પ્રેમ કહાની સંભળાવે છે.

આ મૂવિમાં કાર્તિક આર્યને રઘુનો રોલ નિભાવ્યો છે. વર્ષ 1990ની લવ સ્ટોરીમાં રઘુ, લીના એટલે કે આરુષિ શર્માથી થાય છે. આજના પ્રેમની સ્ટોરીમાં જોઇ દુવિધામાં છે કે તે પ્રેમ કે કારકિર્દીમાંથી કોને પસંદ કરે.

મૂવિ રિવ્યુ વિશે વાત કરીએ તો અંદાજે 10 વર્ષ પહેલા આવેલી ઇમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજ કલની સ્ટોરી દર્શકોને પસંદ પડી હતી. જેમાં બે અલગ અલગ લવ સ્ટોરી જોવા મળી હતી. તે અલગ અલગ સમય પર ચાલી હતી. જ્યારે આ ફિલ્મમાં કેટલાક પળ તમને ગમશે. ત્યાં જ જોઇ અને વીરની સ્ટોરી તમને બોરિંગ લાગશે.

સારા અલી ખાનની એક્ટિંગ વિશે વાત કરીએ તો તે ખૂબજ ઓવર ધ ટોપ છે. તે ફિલ્મમાં પોતાની ભાવના વ્યક્ત કરવામાં નિષ્ફળ નિવડી છે અને તેથી જ દર્શકોને પણ તેની એક્ટિંગ ખાસ પ્રભાવિત કરી શકી નથી. કાર્તિક આર્યન ફિલ્મમાં અજીબ અને ધીરે ધીરે એક સ્ટોકર જેવો વર્તાવ કરે છે. જો કાર્તિક આર્યને રઘુના અવતારમાં કેટલાક સીન્સ કર્યા છે જે તમને ચોક્કસપણે ગમી જશે. આ ફિલ્મ જોયા બાદ ખુદ તમે પણ કંટાળી જશો તેવી શક્યતા છે.

આ ફિલ્મની સરપ્રાઇઝ નાના રોલમાં આવતા રણદીપ હુડ્ડા છે, જે નાની ભૂમિકામાં હોવા છત્તાં દર્શકોના દિલ પર છવાઇ જાય છે. જો તમે કાર્તિક આર્યનના ફેન હોવ તો તમે આ ફિલ્મ જોઇ શકો છો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.