1. Home
  2. ગુજરાતી
  3. VIDEO: મરાઠાઓની શોર્ય ગાથા દર્શાવતું સોંગ ‘મર્દ મરાઠા’, એક સાથે 1300 ડાન્સર્સે કર્યું પરફૉર્મ
VIDEO: મરાઠાઓની શોર્ય ગાથા દર્શાવતું સોંગ ‘મર્દ મરાઠા’, એક સાથે 1300 ડાન્સર્સે કર્યું પરફૉર્મ

VIDEO: મરાઠાઓની શોર્ય ગાથા દર્શાવતું સોંગ ‘મર્દ મરાઠા’, એક સાથે 1300 ડાન્સર્સે કર્યું પરફૉર્મ

0
  • આશુતોષ ગોવારિકર નિર્દેશિત પાનીપત મૂવિનું ‘મર્દ મરાઠા સોંગ’ રિલીઝ થયું
  • આ ગીતમાં ખાસ કરીને મરાઠાઓની શોર્ય ગાથા વિશે વાત કરાઇ છે
  • ગીતમાં કુલ 1300 ડાન્સર્સે પરફૉર્મ કર્યું છે

આશુતોષ ગોવારિકરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ પાનીપતનું નવું સોંગ ‘મર્દ મરાઠા’ લૉન્ચ કરાયું છે. ફિલ્મના આ ગીતમાં મરાઠાઓના શોર્યની વાત વ્યક્ત કરવામાં આવી છે. આ ગીત મરાઠા શાસનની સમૃદ્વિનો ઉત્સવ મનાવે છે.

ગીતને ભવ્યાતિભવ્ય રીતે બનાવાયું છે અને આ ગીતમાં કુલ 1300 ડાન્સર્સે પરફોર્મ કર્યું છે. ગીતના લિરિક્સ જાવેદ અખ્તરે લખ્યા છે અને ગીતને અજય-અતુલે ગાયું છે અને કમ્પોઝ કર્યું છે. આ ગીતને શૂટ કરવામાં 13 દિવસનો સમય લાગ્યો હતો.

હાલમાં જ પાનીપતનું ટ્રેલર રિલીઝ થયું હતું. લોકોએ ખાસ કરીને અર્જુન કપૂર અને સંજય દત્તની ભૂમિકાની ખૂબજ પ્રશંસા કરી છે. ફિલ્મમાં અર્જુન કપૂર સદાશિવ રાવ ભાઉની ભૂમિકામાં જોવા મળશે જ્યારે સંજય દત્ત અહમદ શાહ દુર્રાનીના પાત્રમાં નજરે પડશે.

6 ડિસેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ પાનીપતમાં અર્જુન કપૂર અને સંજય દત્ત ઉપરાંત કૃતિ સેનન, પદ્મિની કોલ્હાપુરી, જીન્નત અમાન અને મોહનીશ બહલ પણ જોવા મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.