1. Home
  2. ગુજરાતી
  3. ‘મિશન મંગળ’ની તગડી કમાણી, આમિર-શાહરૂખની આ ફિલ્મનો રેકોર્ડ પણ તોડ્યો
‘મિશન મંગળ’ની તગડી કમાણી, આમિર-શાહરૂખની આ ફિલ્મનો રેકોર્ડ પણ તોડ્યો

‘મિશન મંગળ’ની તગડી કમાણી, આમિર-શાહરૂખની આ ફિલ્મનો રેકોર્ડ પણ તોડ્યો

0

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને વિદ્યા બાલન સ્ટારર ‘મિશન મંગળ’ બોક્સ ઓફિસ પર કમાણીને એક પછી એક રેકોર્ડ તોડી રહી છે. દેશની સાથોસાથ વિદેશમાં પણ મૂવિ જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શ અનુસાર હવે મહારાષ્ટ્રમાં પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરાયું છે. રિલીઝના 14માં દિવસે ફિલ્મે 2.50 કરોડની કમાણી કરી છે. આ હિસાબથી મૂવિ અત્યારસુધી અંદાજે 165.50 કરોડની કમાણી કરી ચૂકી છે. જો કે આ ફિલ્મની કમાણીને લઇને કોઇ સત્તાવાર પુષ્ટિ નથી કરાઇ.

અક્ષય કુમારની આ ફિલ્મે આમિર ખાનની તારે જમીન પર અને શાહરૂખની ચક દે ઇન્ડિયાનો પણ રેકોર્ડ તોડ્યો છે. અક્ષય કુમાર, વિદ્યા બાલન, તાપસી પન્નૂ અને સોનાક્ષી સિન્હા સ્ટાર આ ફિલ્મ લોકોના દિલમાં સ્થાન બનાવવામાં સફળ રહી છે. આ ફિલ્મ મહિલા સશક્તિકરણનું ઉદાહરણ રજૂ કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.