1. Home
  2. ગુજરાતી
  3. Panipat Movie Review: મરાઠાઓની શૌર્યગાથા દર્શાવતું દમદાર મૂવિ, પૈસા થશે વસૂલ
Panipat Movie Review: મરાઠાઓની શૌર્યગાથા દર્શાવતું દમદાર મૂવિ, પૈસા થશે વસૂલ

Panipat Movie Review: મરાઠાઓની શૌર્યગાથા દર્શાવતું દમદાર મૂવિ, પૈસા થશે વસૂલ

0
  • મરાઠાઓની શૌર્યગાથા દર્શાવતી ઐતિહાસિક ફિલ્મ પાનીપત થઇ રિલીઝ
  • ફિલ્મમાં અર્જુન કપૂરનો રોલ ઠીકઠાક પરંતુ કૃતિ સેનનનો અદ્દભુત રોલ
  • સંજય દત્ત પણ વિલન તરીકે નોંધપાત્ર ભૂમિકામાં

છત્રપતિ શિવાજીથી લઇને પેશવા બાજીરાવ સુધી ઇતિહાસ અનેક મહાન મરાઠાઓની બહાદુરી અને શૌર્યની ગાથાઓ દર્શાવે છે ત્યારે નિર્દેશક આશુતોષ ગોવારિકરે આવા જ એક બહાદુર મરાઠા સદાશિવ રાવ ભાઉના જીવન પર ‘પાનીપત’ નામનું ફિલ્મ બનાવ્યું છે.
આ ફિલ્મ 14 જાન્યુઆરી 1761 માં મરાઠાઓ અને અફઘાનીઓ વચ્ચે થયેલી પાનીપતની ત્રીજી લડાઇ પર આધારિત છે, જેને આશુતોષે મોટા પડદે ભવ્યાતિભવ્ય રીતે રજૂ કરી છે.

આ યુદ્વમાં સદાશિવ રાઉ ભાઉ (અર્જુન કપૂર), અફઘાની બાદશાહ અહમદ શાહ અબ્દાલી (સંજય દત્ત) વચ્ચે ટક્કર થાય છે. યુદ્વમાં સદાશિવ એટલી બહાદુરીપૂર્વક લડે છે કે ખુદ તેનો દુશ્મન અબ્દાલી પણ તેના અંતે વખાણ કરવા માટે મજબૂર થાય છે.

ફિલ્મના કલાકારોના અભિનય વિશે વાત કરીએ તો સદાશિવના રોલમાં અર્જુન કપૂરનું કામ ઠીકઠાક છે, જો કે ગત ફિલ્મોના મુકાબલે આ ફિલ્મમાં કામ બહેતર છે. જો કે તેની જગ્યાએ રણવીર સિંહની પસંદગી કરાઇ હોત તેવી વધુ માંગ હતી. સદાશિવની પત્ની પાર્વતી બાઇના રોલમાં કૃતિ સેનનનો અભિનય પ્રશંસાપાત્ર છે. આ ફિલ્મમાં તેનો અભિનય ગત ફિલ્મો કરતા ઉમદા રહ્યો છે. આ ફિલ્મ તેની કારકિર્દી માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ શકે છે.

કૃતિ અને અર્જુન વચ્ચેની કેમિસ્ટ્રી પણ સારી છે. હવે ફિલ્મના વિલન અબ્દાલી એટલે કે સંજય દત્તની વાત કરીએ તો ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકા દમદાર રહી છે. તેને જોઇને તમને પદ્માવતના ખિલજીની યાદ આવી જશે. તે ઉપરાંત સાહિલ સલાથિયા, મોહનીશ બહલ, પદ્મિની કોલ્હાપુરે, જીનત અમાન, ગશ્મીર મહાજની, સુહાસિની મુલે, વિનીતા મહેશ, નવાબ શાહ અને અભિષેક નિગમ જેવા કલાકારોની ભૂમિકા પણ સારી રહી છે.

સપોર્ટિંગ કાસ્ટ મજબૂત હોવાથી ફિલ્મ વધુ મજબૂત બની ચૂકી છે. ફિલ્મના રાજાઓ તેમજ અન્ય પાત્રો માટે અભિનેતાની પસંદગી અને ભવ્યાતિભવ્ય સેટ ઊભા કરવાની તેમની મહેનત સ્પષ્ટપણે ફિલ્મમાં જોઇ શકાય છે. ફિલ્મનું કેમેરા વર્ક તેમજ સિનેમેટોગ્રાફી પણ સારી છે. VFX પાછળ પણ સારી મહેનત જોઇ શકાય છે.

આ ફિલ્મ ત્રણ કલાકની છે તેમજ ફર્સ્ટ હાફ ખૂબજ લાંબો છે, જ્યારે સેકન્ડ હાફમાં ફિલ્મ ગતિ પકડે છે. જો ફિલ્મ ટૂંકી હોત તો વધુ બહેતર થાત. જો તમે ઇતિહાસમાં રસ ધરાવતા હો તેમજ ઐતિહાસિક ફિલ્મના રસીયા હોવ તો આ ફિલ્મ ચોક્કસપણે જોવી જોઇએ.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.