1. Home
  2. ગુજરાતી
  3. Mardaani 2 Trailer: રાણી મુખર્જીની એક્શન ફિલ્મ ‘મર્દાની 2’ નું જબરદસ્ત ટ્રેલર રિલીઝ, અહીંયા જુઓ
Mardaani 2 Trailer: રાણી મુખર્જીની એક્શન ફિલ્મ ‘મર્દાની 2’ નું જબરદસ્ત ટ્રેલર રિલીઝ, અહીંયા જુઓ

Mardaani 2 Trailer: રાણી મુખર્જીની એક્શન ફિલ્મ ‘મર્દાની 2’ નું જબરદસ્ત ટ્રેલર રિલીઝ, અહીંયા જુઓ

0
  • બોલિવુડ એક્ટ્રેસ રાણી મુખર્જીની ફિલ્મ મર્દાની 2નું ટ્રેલર લૉન્ચ થયું
  • ટ્રેલરમાં રાણી મુખર્જીની દમદાર ભૂમિકા જોવા મળી રહી છે
  • ‘મર્દાની 2’ થિયેટરમાં 13 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે

બોલિવુડ એક્ટ્રેસ રાણી મુખર્જીની આગામી એક્શન ફિલ્મ ‘મર્દાની 2’ નું ધમાકેદાર ટ્રેલર આજે રિલીઝ થઇ ચૂક્યું છે. ફિલ્મના ટ્રેલરમાં રાણી મુખર્જી દમદાર અને જબરદસ્ત અંદાજમાં જોવા મળી રહી છે. યુટ્યૂબ પર ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવા સાથે જ લાખોમાં વ્યૂઝ મળી ચૂક્યા છે. અગાઉની ફિલ્મ મર્દાનીની જેમ જ આ ફિલ્મમાં પણ રાણી મુખર્જી પોલિસ અધિકારીની દમદાર ભૂમિકામાં જોવા મળી રહી છે.

રાણી મુખર્જીની ફિલ્મ ‘મર્દાની 2’ નું ટ્રેલ તમારા રુંવાટા ઊભા કરી દેશે. આ ફિલ્મના ટ્રેલર પરથી ફિલ્મ અનેક સસ્પેન્સથી ભરપૂર છે તેવું લાગી રહ્યું છે. આ ફિલ્મમાં રાણી મુખર્જી જબરદસ્ત એક્શન અવતારમાં જોવા મળી રહી છે. રાણી મુખર્જીની અગાઉની ફિલ્મ મર્દાનીએ પણ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. તે ફિલ્મની સફળતા બાદ જ તેનો બીજો પાર્ટ પણ દર્શકો માણી શકશે. મર્દાની 2નું ટ્રેલર એક્શન સીન્સથી ભરપૂર છે.

નોંધનીય છે કે યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી મર્દાની 2 ને આદિત્ય ચોપરાએ પ્રોડ્યુસ કરી છે અને ફિલ્મનું નિર્દેશન જિશ્નૂ ભટ્ટાચાર્જીએ કર્યું છે. આ ફિલ્મ 13 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. આ ફિલ્મના ટ્રેલર પરથી કહી શકાય કે ફિલ્મમાં મહિલા સશક્તિકરણનો સંદેશો આપ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.