1. Home
  2. ગુજરાતી
  3. સલમાન ખાનની ફિલ્મ રાધે ઈદ પર રિલીઝ થશે નહી… જાણો શું છે કારણ
સલમાન ખાનની ફિલ્મ રાધે ઈદ પર રિલીઝ થશે નહી… જાણો શું છે કારણ

સલમાન ખાનની ફિલ્મ રાધે ઈદ પર રિલીઝ થશે નહી… જાણો શું છે કારણ

0

કોરોના વાયરસને કારણે માર્ચ-એપ્રિલમાં રિલીઝ થયેલી ઘણી ફિલ્મો પર અસર પડી છે. શૂટિંગ બંધ થવાને કારણે તે આગામી ફિલ્મોમાં પણ તેની અસર જોવા મળી શકે છે. સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ રાધે આ વર્ષે ઈદ પર રિલીઝ થવા જઈ રહી છે. પરંતુ એવા અહેવાલો છે કે રાધે માટે ઈદ પર રિલીઝ થવું મુશ્કેલ થઈ શકે છે.

ફિલ્મ રાધેનું ઇદ પર રિલીઝ થવા પર સસ્પેન્સ

બોલિવૂડ હંગામાના રિપોર્ટ્સ મુજબ, રાધેનું ફાયનલ શેડ્યૂલ હજી પૂરું થવામાં બાકી છે. જ્યારે સ્થિતિ સામાન્ય રહેશે ત્યારે જ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થશે. તો બીજી તરફ સલમાન ખાનના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે ફિલ્મનું શૂટિંગ પહેલાથી જ પૂર્ણ થવાનું હતું. પરંતુ કોરોનાને કારણે થાઇલેન્ડ શૂટને રદ કરવો પડ્યો. તેને મુંબઈ શિફ્ટ કરવામાં આવ્યો . અંતે, 8-10 દિવસનું શૂટ બાકી હતું. સલમાન-દિશાનું સોન્ગ શામેલ હતું. પરંતુ તે પછી ઘોષણા કરવામાં આવી હતી કે 19 માર્ચથી શૂટિંગ થશે નહીં. ત્યારબાદ 24 માર્ચે પીએમ મોદીએ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. આ સાથે સલમાનની ફિલ્મનું કામ અધૂરું જ રહ્યું

સૂત્રો અનુસાર, પોસ્ટ પ્રોડક્શન, વીએફએક્સનું કામ પણ હોલ્ડ પર છે. જો લોકડાઉન હટાવવામાં આવે તો પણ ટીમ માટે ઇદ પહેલા તમામ કામ પૂરું કરવું એ એક મોટી ચેલેન્જ હશે. ઇદ 23 મેના રોજ હોઈ શકે છે, આ સ્થિતિમાં ટીમે 40 દિવસમાં કામ પૂર્ણ કરવું પડશે. સૂત્રનું માનવું છે કે રાધે માટે ઈદ પર રિલીઝ થવું ખૂબ મુશ્કેલ છે. હવે સિનેમા હોલ ક્યારે ખુલશે તેની કોઈ માહિતી નથી. આવી સ્થિતિમાં સલમાનની રાધે સિનેમાઘરોમાં ક્યારે આવશે તે અંગે સસ્પેન્સ છે.

તમને જણાવી દઈએ કે, સલમાન ખાન દર વર્ષે ઈદ પર તેની ફિલ્મ રિલીઝ કરીને તેના ચાહકોને ભેટ આપે છે. આવી સ્થિતિમાં, જો રાધે ઈદ પર રિલીઝ નહીં થાય, તો ચોક્કસ ભાઈજાનના ચાહકો નિરાશ થઈ જશે. સલમાન ખાન તરફથી રાધેની રિલીઝ કરવા અંગે હાલમાં કોઈ નિવેદન બહાર આવ્યું નથી.

(દેવાંશી)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.