in , ,

Baaghi 3 Trailer: ટાઇગર શ્રૉફની ‘બાગી 3’ નું એક્શનથી ભરપૂર ટ્રેલર રિલીઝ, જુઓ ટ્રેલર

  • બાગી, બાગી-2 બાદ ટાઇગર શ્રોફ સ્ટારર બાગી-3નું ટ્રેલર રિલીઝ
  • ફિલ્મ અગાઉના બન્ને પાર્ટની જેમ જ એક્શનથી હશે ભરપૂર
  • ફિલ્મમાં ટાઇગર શ્રોફ ઉપરાંત, રિતેશ દેશમુખ, શ્રદ્વા કપૂર પણ ચમકશે

દમદાર અને જોશથી ભરપૂર સ્ટન્ટ કરવા માટે જાણીતા ટાઇગર શ્રૉફની આગામી ફિલ્મ ‘બાગી 3’નું દમદાર ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. ફિલ્મના ધમાકેદાર ટ્રેલરમાં ટાઇગર શ્રૉફની જબરદસ્ત એક્શન જોવા મળી રહી છે. ફિલ્મના ટ્રેલર પરથી જોઇ શકાય છે કે અગાઉના બે ભાગની જેમ જ આ ફિલ્મમાં પણ તે દુશ્મનોના છક્કા છોડાવતો જોઇ શકાશે અને આ વખતે રાષ્ટ્ર માટે પુરા જોશ અને જુસ્સા સાથે લડતો જોઇ શકાશે.

અહીંયા જુઓ ટ્રેલર

જણાવી દઇએ કે ટાઇગર શ્રોફની અગાઉની બન્ને ફિલ્મોમાં દમદાર એક્શન સીન્સ જોવા મળ્યા હતા અને મૂવિએ સારું કલેકશન પણ કર્યું હતું. હવે ફિલ્મના નામની જેમ એક્શન પણ ત્રણ ગણુ વધારે છે. આ વખતે ફિલ્મમાં ટાઇગર શ્રોફ ઉપરાંત શ્રદ્વા કપૂર, રિતેશ દેશમુખ, અંકિતા લોંખડે પણ જોવા મળશે. આ ફિલ્મ અહમદ ખાનએ નિર્દેશિત કરી છે.

(સંકેત)

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

AIIMSની ટીમ આવી રાજકોટઃ મેડિકલ કોલેજ શરૂ કરવાનું આયોજન

RBIએ રેપો રેટ 5.15 પર સ્થિર રાખ્યો- વર્ષ 2020-21મા 6 ટકા જીડીપી ગ્રોથનું અનુમાન