in , , , , , , , , ,

બોલીવુડ સ્ટાર્સ ફિલ્મોની રિલીઝ ડેટની કરશે જાહેરાત

  • આજે સાંજે 4:30 વાગ્યે લાઈવ થશે બોલીવુડ સ્ટાર્સ
  • બોલીવુડ સ્ટાર્સ ફિલ્મોને લઈ કરશે મોટી જાહેરાત
  • ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઇપીએ ટ્વિટર પર આપી માહિતી
  • આ ટ્વીટ બાદ ચાહકોની ઉત્સુકતામાં થયો વધારો

દુનિયાભરમાં કોરોના વાયરસનો પ્રકોપ જે રીતે જોવા મળી રહ્યો છે તે ખરેખર ચિંતાનો વિષય બની રહ્યો છે. ભારતમાં પણ છેલ્લા એક મહિનામાં કોરોના વાયરસના ઘણા નવા કેસો સામે આવ્યા છે. જેનાથી વહીવટીતંત્રને વિચારવા પર મજબૂર કરી રહ્યું છે. લોકડાઉન બાદ અનલોકની પ્રક્રિયા શરૂ થઈ. આ હોવા છતાં કોરોના વાયરસ સામે સાવધાની રાખતા સિનેમા હોલ અને મોલ બંધ રાખવામાં આવ્યા છે. એવામાં ઘણી ફિલ્મો રિલીઝ થવા માટે તૈયાર છે પરંતુ સિનેમા હોલ બંધ હોવાને કારણે ફિલ્મો રિલીઝ થઈ રહી નથી. આ જોતા બોલીવુડની મોટી હસ્તીઓ મોટી જાહેરાત કરવાની તૈયારીમાં છે.

ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઇપીએ ટ્વિટર પર જાણકારી આપી છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા કલાકારો તેમની ફિલ્મ્સ રિલીઝ કરવાના સંદર્ભમાં મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે. આ સ્ટાર્સમાં અક્ષય કુમાર, અજય દેવગણ, અભિષેક બચ્ચન, આલિયા ભટ્ટ અને વરૂણ ધવન શામેલ છે. ટ્વીટમાં આ સ્ટાર્સના ફોટા સાથે લખેલું છે, બોલિવૂડની હોમ ડિલિવરી. આ લાઇનથી એક સંકેત મળે છે કે, આગામી ફિલ્મોની રિલીઝ અંગે આ ઘોષણા કરી શકાય છે. આ સ્ટાર્સ 29 જૂન સોમવારે એક સાથે લાઈવ આવશે અને ચાહકોને મળશે.

ટ્વીટ સાથે કેપ્શનમાં લખ્યું છે, સાંજની ચા સ્ટાર્સની સાથે. બોલિવૂડના મોટા સ્ટાર્સ તમારા માટે મોટા સમાચાર લઈને આવી રહ્યા છે. 29 જૂન સાંજે 4:30 કલાકે. આ ટ્વીટ પછીથી ચાહકોની ઉત્સુકતામાં ઘણો વધારો થયો છે. અક્ષય કુમાર અને અજય દેવગણની ફિલ્મો વિશે મોટાભાગના ચાહકો જાણવા માગે છે. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનો આક્રોશ પણ લોકોમાં જોવા મળી રહી છે. મોટાભાગના લોકો આલિયા અને વરૂણ ધવનને બાયકોટ કરતા જોવા મળે છે.

(Devanshi)

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પાકિસ્તાનનો આંતરિક વિખવાદ, બલુચ લિબરેશન આર્મીએ કર્યો કરાચીમાં હૂમલો

ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણીને લઈને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની મંજૂરી, ભારતે નોંધાયો વિરોધ