1. Home
  2. ગુજરાતી
  3. Breathe- Into The Shadows: અભિષેક બચ્ચનની પહેલી વેબ સિરીઝની રિલીઝ ડેટ આવી સામે, જાણો તમે ક્યારે જોઈ શકશો
Breathe- Into The Shadows: અભિષેક બચ્ચનની પહેલી વેબ સિરીઝની રિલીઝ ડેટ આવી સામે, જાણો તમે ક્યારે જોઈ શકશો

Breathe- Into The Shadows: અભિષેક બચ્ચનની પહેલી વેબ સિરીઝની રિલીઝ ડેટ આવી સામે, જાણો તમે ક્યારે જોઈ શકશો

0
  • અમિતાભ બચ્ચનની ફિલ્મ બાદ અભિષેક બચ્ચનની પહેલી સિરીઝનું એલાન
  • અભિષેકની પહેલી વેબ સિરીઝ બ્રિથ- ઇન ટુ ધ શેડોઝ થશે રિલીઝ
  • અભિષેકે તેની રિલીઝ ડેટ સાથે ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર કર્યો શેર
  • બ્રિથ- ઇન ટુ ધ શેડોઝ 10 જુલાઈના રોજ થશે રીલીઝ

અભિષેક બચ્ચન તેના ડિજિટલ ડેબ્યૂ માટે તૈયાર છે. એમેઝોન પ્રાઈમની વેબ સિરીઝ બ્રિથ-ઇન ટુ ધ શેડોઝ ઓટીટી પ્લેટફોર્મ પર કદમ રાખી રહી છે. અભિષેકે તેની રિલીઝ ડેટ સાથે ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

અભિષેક ફર્સ્ટ લુક પોસ્ટર પર જોવા મળતો નથી. પરંતુ, આ પોસ્ટરમાં એક મોટો માસ્ક દેખાઈ છે, જે તૂટી ગયો છે. તેની વચ્ચે એક બાળકી પડી છે. માસ્ક અને બાળકીની વાર્તાનું કનેક્શન સિરીઝના આવ્યા પછી જ જાણ થશે. બ્રિથ- ઇન ટુ ધ શેડોઝ 10 જુલાઈના રોજ રીલીઝ થશે. બ્રિથમાં અભિષેકની સાથે નિત્યા મેનન, અમિત સાધ અને સંયમી ખેર મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

અભિષેક પણ તેના ડિજિટલ ડેબ્યૂને લઈને ઉત્સાહિત છે. તેણે આ સિરીઝના રિલીઝ ડેટ પહેલા જ તેની જાણ કરી હતી.

એમેઝોન પ્રાઈમ દ્વારા 2018 માં બ્રિથ નામની સિરીઝ રિલીઝ કરવામાં આવી હતી, જે ખૂબ જ સફળ રહી હતી. ઇનસાઇડ એજ પછી એમેઝોનની આ બીજી વેબ સિરીઝ હતી. આર માધવન અને અમિત સાધએ ક્રાઇમ, ડ્રામા, રોમાંચક ફિલ્મમાં મુખ્ય પાત્ર નિભાવ્યું હતું. તેના બીજા સીઝનની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. રિપોર્ટ મુજબ, અભિષેકનો ડિજિટલ ડેબ્યું થવાનો હતો. જો કે, બ્રિથ-ઇન ટુ ધ શેડોઝના પોસ્ટરથી જાણવા મળ્યું કે આ બ્રિથની બીજી સીઝન નથી, પરંતુ નવી સિરીઝ છે.

બ્રિથ-ઇન ટુ ધ શેડોઝમાં બાકીના કલાકારો વિશે વાત કરીએ તો દર્શકોએ મિશન મંગળ પર નિત્યા મેનનને જોઈ ચૂક્યા છે. સંયમી ખેર ડિઝની પ્લસ હોટસ્ટાર સિરીઝ સ્પેશ્યલ ઓપ્સના ભાગ રહી ચૂક્યા છે. હાલમાં તે નેટફ્લિક્સ ઓરિજિનલ ચોક્ડમાં લીડ રોલમાં જોવા મળી હતી. અભિષેકની ફિલ્મ બિગ બુલ વિશે પણ ચર્ચાઓ છે કે તે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મના નિર્માતા અજય દેવગણ છે.

(Devanshi)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.