in ,

લાંચિયા અધિકારીઓ ACBથી બચવા રકમને બદલે કોર્ડવર્ડનો કરે છે ઉપયોગ

અમદાવાદઃ ગુજરાતમાં લાંચિયા બાબુઓને ઝડપી લેવા માટે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ ઓપરેશન વધુ તેજ બનાવ્યું છે. બીજી તરફ લાંચિયા અધિકારીઓ એસીબીથી બચવા માટે નવી નવી તરકીબો અજમાવી રહ્યાં છે. વોટ્સએપ ઉપર કોલ કરીને લાંચની રકમની માંગણી કરી છે. એટલું જ નહીં રકમને બદલે કોર્ડવર્ડનો ઉપયોગ કરે છે.

સરકાર સરકારી તંત્ર માંથી ભ્રષ્ટાચાર દૂર કરવા માટે એડીચોંટીનું જોર લગાડી રહી છે. ત્યારે ખુદ સરકારી બાબુ જ પ્રજા પાસેથી કામ કરવા માટે લાંચની માંગણી કરી રહી છે. ACBએ અનેક બાબુઓને લાંચ લેતા ઝડપી પડયા છે. જેમાં તપાસ દરમિયાન સામે આવ્યું છે કે બાબુઓ હવે લાંચ લેવાની પદ્ધતિઓ પણ બદલી છે. 

ACBની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, જ્યારે લોકો સાથે લાંચની ડિલ થતી હોય ત્યારે લાંચની રકમને કેલ્ક્યુલેટર, નોટબુક, કે રફ કાગળ જેવા કોર્ડવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ વૉટ્સએપ કોલમાં રકમ જણાવતા હોય છે. જેથી એસીબીના રડારમાં ન આવી જવાય. આમ હવે પણ લાંચિયા બાબુઓ પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છે.

એસીબીને પુરાવાઓ ન મળે તે માટે વચેટિયા અને અધિકારી વચ્ચે એક કોર્ડવર્ડ પણ નક્કી કરવામાં આવે છે. જે કોર્ડવર્ડનો ઉપયોગ ફરિયાદી પાસેથી પૈસા લેવા સમયે ઉપયોગમાં લેવામાં આવે છે. લાંચની રકમ 10 લાખ તો GJ10, 5 લાખની રકમ હોય તો 5 પડીકા, 3 લાખની રકમ હોય તો 3 ફાઈલ અને એક લાખ હોય તો એક કિ.ગ્રા. જેવા કોર્ડવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે.  એસીબી દ્વારા છેલા જે કેસો નોંધવામાં આવ્યા છે. એ મોટા ભાગના કેસોમાં આવા કોર્ડવર્ડનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ભારતની પરમાણુ શસ્ત્ર પહેલા નહીં વાપરવાની હાલની નીતિ સ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે: રાજનાથ સિંહ

પાકિસ્તાનને અમેરિકાએ આપ્યો બીજો એક ઝટકોઃ અડધી કરી દીધી આર્થિક મદદ