in ,

સુરતમાં BRTS બસે સતત ત્રીજા દિવસ સર્જયો અકસ્માતઃ રાહદારી વૃદ્ધાને મારી ટક્કર

  • 3 દિવસમાં પાંચ વ્યક્તિના મોત
  • મહિલા ડિવાઈડર પાસે ઉભી હતી
  • સીસીટીવી ફૂટેજ આવ્યાં સામે

અમદાવાદઃ સુરતમાં સતત ત્રીજા દિવસે બીઆરટીએસ બસે અકસ્માત સર્જયો હોવાની ઘટના સામે આવી છે. સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં રાહદારી મહિલાને બસે ટક્કર મારી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. રોડ ક્રોસ કરતી મહિલાની ભૂલના કારણે આ બનાવ બન્યો હોવાનું ચર્ચાય રહ્યું છે. સુરતમાં બીઆરટીએસ બસે સર્જેલા અકસ્માતમાં 3 દિવસમાં પાંચ વ્યક્તિઓના મોત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના નાનપુરા વિસ્તારમાં રાહદારી મહિલાનું બીઆરટીએસ બસની અટફેટે મોત થયું હતું. અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. વૃદ્ધ મહિલા રસ્તો ક્રોસ કરી રહ્યા હતાં. તેઓ ડિવાઈડર પાસે મહિલા ઉભા હતાં. પરંતુ રોડ ક્રોસ કરવા જતા બસ આવી હતી, અને વૃદ્ધા બસ જોઈ ડરી ગયા હતા અને તેમણે બસ પર હાથ મૂક્યો હતો. ત્યારે આ એક્સિડન્ટમાં વૃદ્ધ મહિલાની ભૂલ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. BRTSએ ગઇ કાલે પાંડેસરામાં એક વ્યક્તિને અડફેટે લીધો હતો. અકસ્માતને પગલે ડ્રાઈવર બસ છોડીને ફરાર થઈ ગયો હતો. ત્યારે આ ઘટના બાદ સ્થાનિક લોકોએ બસ ઉપર પથ્થરમારો કરાયો હતો. આ ઉપરાંત સુરતના ડિંડોલી વિસ્તારમાં ડિંડોલી વિસ્તારમાં બુધવારે સવારે એક સિટી બસે એકસાથે ચાર લોકોને અડફેટે લીધા હતા. જેમાંથી ત્રણના મોત નિપજ્યા હતા. જ્યારે ઘાયલ વધુ એક વ્યક્તિનું મોત નીપજતા કુલ ચારના મોત થયા હતા. આમ ત્રણ દિવસમાં સુરત શહેરમાં બીઆરટીએસે પાંચ લોકોનો જીવ લીધો છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદમાં BRTSની ટક્કરે બે ભાઈઓના મોતના વિરોધમાં NSUI કાર્યકરોનો દેખાવો

ગૂગલ આ કામ માટે તમને આપશે 10 કરોડનું ઇનામ…