1. Home
  2. ગુજરાતી
  3. બજેટ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત, આ 4 મહાનગરોમાં કિંમતો ઘટી
બજેટ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત, આ 4  મહાનગરોમાં કિંમતો ઘટી

બજેટ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત, આ 4 મહાનગરોમાં કિંમતો ઘટી

0

નવી દિલ્હી,
ગત શુક્રવારે રજૂ કરાયેલા સામાન્ય બજેટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર 2 રૂપિયાનો વધારાનો ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. તેને કારણે પેટ્રોલ અન ડીઝલના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો હતો. જો કે મંગળવારના રોજ વાહનચાલકો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. હકીકતમાં ઓઇલ કંપનીઓ દ્વારા ડીઝલના ભાવમાં ઘટાડો કરાયો છે જેમાં ખાસ કરીને દિલ્હીમાં 10 પૈસા, કોલકાતામાં 6 પૈસા તેમજ મુંબઇ અને ચેન્નાઇમાં ડિઝલના ભાવમાં પ્રતિ લીટર 11 પૈસાનો ઘટાડો કરાયો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવની વાત કરીએ તો સતત બીજી વખત ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. એ પહેલા સોમવારના રોજ પણ ડિઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બજેટ બાદ પેટ્રોલના ભાવમાં પણ પહેલી વાર ઘટાડો થયો છે. મંગળવારના રોજ દિલ્હી અને ચેન્નાઇમાં પેટ્રોલ 6 પૈસા જ્યારે કોલકાતામાં 3 તેમજ મુંબઇમાં પ્રતિ લીટર 5 પૈસાનો ઘટાડો થયો છે.

ઇન્ડિયન ઓઇલની વેબસાઇટથી મળતી માહિતી મુજબ હાલમાં દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નામાં પેટ્રોલનો ભાવ ઘટીને અનુક્રમે 72.90 રૂપિયા, 75.12, 78.52 અને 75.70 રૂપિયા પ્રતિ લીટર થયો છે. જ્યારે આ ચાર મહાનગરોમાં ડીઝલના ભાવ પણ ઘટીને અનુક્રમે પ્રતિ લીટર 66.49 રૂપિયા, 68.48 રૂપિયા, 69.69 રૂપિયા તેમજ 70.23 રૂપિયા થયો છે.

નોંધનીય છે કે બજેટ રજૂ થયા બાદ પેટ્રોલની કિંમતોમાં 2.5 રૂપિયા અને ડીઝલની કિંમતોમાં 2.3 રૂપિયા પ્રતિ લિટરનો વધારો જોવા મળ્યો હતો. હકીકતમાં બજેટ દરમિયાન પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 2 રૂપિયાના વધારાના ટેક્સની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં એક રૂપિયા પ્રતિ લીટર ઉત્પાદન શુલ્ક તેમજ 1 રૂપિયા પ્રતિ લીટર સેસ સામેલ છે. આ જ કારણોસર પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.