1. Home
  2. ગુજરાતી
  3. દીવાન હાઉસિંગ મામલો: FD કરાવનારા લોકોની ચિંતા વધી! સરકારે કંપનીની તપાસનો આદેશ આપ્યો
દીવાન હાઉસિંગ મામલો: FD કરાવનારા લોકોની ચિંતા વધી! સરકારે કંપનીની તપાસનો આદેશ આપ્યો

દીવાન હાઉસિંગ મામલો: FD કરાવનારા લોકોની ચિંતા વધી! સરકારે કંપનીની તપાસનો આદેશ આપ્યો

0

કેન્દ્ર સરકારે DHFL અર્થાત દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડમાં નાણાકીય અનિયમિતતાના ગંભીર મામલાને જોતા SFIOને તપાસનો આદેશ આપ્યો છે. ડીએચએફએલ પર આરોપ છે કે તેને અનેક Shell કંપનીઓ મારફતે 31 હજાર કરોડ રૂપિયાની બેંક લોનની હેરફેર કરી છે.

કૉર્પોરેટ બાબતોના મંત્રાલયે કંપનીઓના રજિસ્ટ્રાર મારફતે DHFLના માલિકો વિરુદ્વ નાણાકીય અનિયમિતતાઓના આરોપોની વિસ્તૃત તપાસ કરાવી છે. આ તપાસમાં પૈસાની સંદિગ્ધ હેરફેરના સંકેતો મળ્યા છે. તપાસના આદેશ બાદ DHFLમાં FD ધરાવતા 1 લાખ લોકોની એફડી ફસાઇ જવાનો ખતરો વધ્યો છે.

DHFL એ બેંક અને લેણદારોની પૈસાની ચૂકવણી માટે નવી સ્કીમની જાહેરાત કરી છે. જે અંતર્ગત 10 વર્ષમાં વિના વ્યાજના લોકોનું ફંડ પરત કરી શકાય છે. તેમાં પણ એફડી ધરાવતા તેમજ નિવૃત્તિ વયની નજીકના લોકોને પ્રથમ પ્રાથમિકતા અપાશે.

DHFL પર કુલ 84,000 કરોડ રૂપિયાનું દેવુ છે. મ્યુચ્યુઅલ ફંડની તેમાં ભાગીદારી ઓછી છે. બેંકોની તેમાં 40,000 કરોડ રૂપિયાની ભાગીદારી છે. જ્યારે બાકી રકમ રિટાયરમેંટ ફંડ, વીમા ફંડ તેમજ બૉન્ડ ધારકોની છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.