in ,

તમારું પાનકાર્ડ આધાર સાથે જલ્દી કરો લિંક, બાકી થઇ જશે બંધ, આ રીતે કરો લિંક

જો 31 માર્ચ 2020 સુધી પાનકાર્ડને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો તે રદ્દ થઇ જશે તેવી સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્શેસન (CBDT) એ દેશના 17 કરોડ લોકોને ચેતવણી આપી છે. CBDT અનુસાર, 27 જાન્યુઆરી 2020 સુધી 30.75 કરોડ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી દેવાયા છે. જો કે, 17.58 કરોડ પાનકાર્ડને હજુ પણ આધારકાર્ડ સાથે લિંક કરવાના બાકી છે. પાનકાર્ડ અને આધારકાર્ડને જોડવા અંગેની સમયમર્યાદા ઘણી વખત વધારવામાં આવી છે અને હાલની સમયમર્યાદા 31 માર્ચ 2020ના રોજ પૂર્ણ થશે.

આધારકાર્ડને પાનકાર્ડ સાથે કેવી રીતે કરશો લિંક
• સૌ પ્રથમ ઈનકમ ટેક્સની વેબસાઈટ incometaxindiadefiling.gov.in પર જવું પડશે
• ત્યારબાદ ત્યાં ડાબી બાજુ તમને આધારને લિંક કરવાનો એક વિકલ્પ જોવા મળશે
• ત્યારબાદ નવું પેજ ખુલશે, જેની ઉપર લાલ કલરમાં લખેલું ક્લીક હીઅર જોવા મળશે
• જો તમે પહેલાથી તમારું પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરેલું હશે, તો તેનું સ્ટેટસ આની પર ક્લિક કરીને વેરીફાઈ કરી શકશો
• જો લિંકિંગ ન કર્યું હોય તો ક્લીક હીઅરની નીચે આપેલા બોક્સમાં પાન, આધાર નંબર, પોતાનું નામ અને કેપ્ચાં એન્ટર કરવાનું રહેશે.
• ત્યારબાદ Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે. તેની સાથે જ લિકિંગ પ્રોસેસ પુરી થઈ જાય છે.
• ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે 567678 અથવા 56161 પર એસએમએસ મોકલીને આધારને પાનકાર્ડ સાથે લિંકના સ્ટેટસની માહિતી મેળવી શકો છો

(સંકેત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં 11 હજાર પોલીસ કર્મચારીઓ રહેશે તૈનાત

વન-ડે પિકનિક કરવા માટે અમદાવાદ નજીકના સ્થળોની એક મુલાકાત