1. Home
  2. ગુજરાતી
  3. ઑટો બાદ ઇલેક્ટ્રોનિક સેક્ટરને પણ મંદીનો માર: હજારો લોકોની નોકરી પર તોળાતું સંકટ
ઑટો બાદ ઇલેક્ટ્રોનિક સેક્ટરને પણ મંદીનો માર: હજારો લોકોની નોકરી પર તોળાતું સંકટ

ઑટો બાદ ઇલેક્ટ્રોનિક સેક્ટરને પણ મંદીનો માર: હજારો લોકોની નોકરી પર તોળાતું સંકટ

0

દેશના ઑટો અને સ્ટીલ સેક્ટરને લાગેલા મંદીના ગ્રહણ બાદ હવે કેટલીક ટેલિવિઝન ઉત્પાદક કંપનીઓ પણ મંદીની ઝપેટમાં આવી ગઇ છે. ટેલિવિઝનના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે અનેક ટીવી ઉત્પાદકોએ ઉત્પાદન પર કાપ મૂક્યો છે, જેને કારણે ઉત્પાદન પ્રક્રિયા પ્રભાવિત થતા અનેક લોકોને નોકરી ગુમાવવાનો વારો આવશે. કંપનીઓમાંથી અનેક લોકોની છટ્ટણી કરાશે.

આ કંપનીઓને ઉત્પાદન પર મૂક્યો કાપ
દેશભરમાં ટીવી સ્ક્રીનનું નિર્માણ કરીને વેચનારી કંપની BPL, સોની, સેમસંગ, પેનાસોનિક જેવી કંપનીઓએ પોતાના ઉત્પાદનમાં 20 ટકા જેટલો કાપ મૂક્યો છે. ગરમીઓની મોસમ દરમિયાન અને વિશ્વકપને કારણે વેચાણમાં વૃદ્વિ થશે તેવી કંપનીઓની આશા હકીકતમાં ઠગારી નિવડી હતી.

ડીલર પાસે જૂનો સ્ટોક
ડીલરોએ પણ વધુ વેચાણની આશાએ કંપનીઓ પાસેથી વધુ પ્રમાણમાં સ્ટોક મંગાવીને રાખ્યો હતો. જો કે વેચાણમાં સુસ્તી પ્રવર્તી હતી. આ જ કારણોસર ડીલરો પાસે હાલમાં જૂનો જ માલ પડેલો છે.

તહેવારોની મોસમ દરમિયાન વેચાણમાં વૃદ્વિનો આશાવાદ
જો કે કંપનીઓને ખાસ કરીને ઑક્ટોબરથી શરૂ થતી તહેવારોની મોસમમાં ઇલેક્ટ્રોનિક્સના અન્ય ઉત્પાદો જેવા કે ફ્રિજ, વોશિંગ મશિનના વેચાણમાં વૃદ્વિ થશે તેવી આશા છે. કંપનીઓ વૉશિંગ મશિન જેવા ઉત્પાદનોના વેચાણમાં ખાસ ધ્યાન આપી રહી છે. ચોમાસાની સીઝનમાં વૉશિંગ મશિનનું વેચાણ વધારે થાય છે. જો કે ગત મહિને તેમાં પણ મંદી હતી. જો ઓગસ્ટ દરમિયાન વેચાણ નહીં વધે તો કંપનીઓ એ ઉત્પાદન ઘટાડવું પડશે.

કંપની ઉત્પાદનમાં 10-15 ટકાનો કાપ મૂકશે
કંપનીઓ આગામી દિવસોમાં ઉત્પાદનમાં 10-15 ટકાનો કાપ મૂકી શકે છે. જો વેચાણમાં વૃદ્વિ નહીં થાય તો કંપનીઓએ ફરજીયાતપણે અનેક કર્મચારીઓની છટણી કરવી પડશે. આ જ કારણોસર ડીલર પણ તેની ત્યાં નોકરી કરતા કર્મચારીઓને છૂટ્ટા કરે તેવી શંકા સેવાઇ રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.