1. Home
  2. ગુજરાતી
  3. ADB એ વર્ષ 2020 માટે ભારતના GDP ગ્રોથનું અનુમાન ઘટાડીને 5.1 ટકા કર્યું
ADB એ વર્ષ 2020 માટે ભારતના GDP ગ્રોથનું અનુમાન ઘટાડીને 5.1 ટકા કર્યું

ADB એ વર્ષ 2020 માટે ભારતના GDP ગ્રોથનું અનુમાન ઘટાડીને 5.1 ટકા કર્યું

0

એશિયન ડેવલપમેન્ટ બેંક એ ભારતના વૃદ્વિદરનું અનુમાન સંશોધિત કરીને નાણાકીય વર્ષ 2019-20 માટે 5.1 ટકા કર્યું છે. અગાઉ એડીબીએ 6.5 ટકા વૃદ્વિદર રહેવાનું અનુમાન કર્યું હતું. તે ઉપરાંત આગામી નાણાકીય વર્ષ 2020-21 ના અનુમાનને 7.2 ટકાથી ઘટાડીને 6.5 ટકા કર્યું છે. ADB એ નિવેદનમાં કહ્યું હતું કે ભારતમાં ક્રેડિટમાં અછત તેમજ ઘરેલુ વપરાશમાં ઘટાડો થવાને કારણે ભારતમાં વૃદ્વિદર ઘટ્યો છે.

RBIએ પણ જીડીપી ગ્રોથ રેટ ઘટાડ્યો
જણાવી દઇએ કે RBIએ હાલમાં જ જારી કરેલી ક્રેડિટ પૉલિસીમાં નાણાકીય વર્ષ 2019-20 માટે જીડીપી ગ્રોથનું અનુમાન 6.1 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યું છે. અગાઉ પણ ઑક્ટોબરમાં RBI એ GDP ગ્રોથ 6.1 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.

નોંધનીય છે કે ગત દિવસોમાં RBI એ વ્યાજદરોમાં કોઇ ફેરફાર નથી કર્યો. માર્કેટમાં આશા હતી કે RBI સતત છઠ્ઠી વાર વ્યાજદરોમાં કાપ મૂકશે. MPC ના દરેક 6 સભ્યો વ્યાજદરોમાં કાપ મૂકવા માટે સંમત ન હતા. જો કે RBI એ ભવિષ્યમાં વ્યાજદરો પર કાપ મૂકવાની સંભાવના વ્યક્ત કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.