1. Home
  2. ગુજરાતી
  3. આજે અને કાલે બેંકોની હડતાળ, 10 લાખ બેન્ક કર્મીઓ હડતાળ પર ઉતરશે
આજે અને કાલે બેંકોની હડતાળ, 10 લાખ બેન્ક કર્મીઓ હડતાળ પર ઉતરશે

આજે અને કાલે બેંકોની હડતાળ, 10 લાખ બેન્ક કર્મીઓ હડતાળ પર ઉતરશે

0

સરકાર સાથેની દરેક પ્રકારની વાતચીત નિષ્ફળ રહ્યા બાદ તમામ બેન્ક યુનિયનોએ હવે હડતાળ જારી રાખવાનો નિર્ણય લીધો છે. આ જ કારણોસર જાહેર ક્ષેત્રની મોટા ભાગની બેન્કો 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ બંધ રહેશે. 31 જાન્યુઆરીએ આર્થિક સર્વે રિપોર્ટ જારી થવાનો છે અને પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરાશે ત્યારે આ વખતે આ સમય ખૂબજ અગત્યનો માનવામાં આવે છે.

જણાવી દઇએ કે CLCA ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશનને બેન્ક યુનિયનો સાથે વેતન સંબંધિત સમજૂતી માટે બેઠક બોલાવવાના નિર્દેશો આપ્યા હતા. આ અંતર્ગત IBA દ્વારા બેન્ક યુનિયનના સંગઠન UFBUને મુંબઇમાં મીટિંગ માટે બોલાવાયું હતું. જો કે આ બેઠક બાદ IBA દ્વારા કોઇ વધારાનો નવો પ્રસ્તાવ ના અપાતા બેન્ક યુનિયનોએ પ્રસ્તાવિત ઓલ ઇન્ડિયા બેન્ક સ્ટ્રાઇક જારી રાખવાનો નિર્ણય કર્યો હતો.

નોંધનીય છે કે નવેમ્બર 2017થી બેન્ક કર્મચારીઓ પગાર વધારાની માંગણી કરી રહ્યા છે ત્યારે સામે પક્ષે તેઓને 12.25 ટકાના પગાર વધારાની ઑફર કરાઇ છે જે યુનિયનોને મંજૂર નથી. 10 લાખ બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળ પર ઉતરશે. આ હડતાળ પછી ફરી વાતચીત કરાશે અને જો કોઇ નિરાકરણ નહીં આવે તો માર્ચમાં 11,12 અને 13મી તારીખે એમ 3 દિવસ હડતાળની ચેતવણી અપાઇ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.