1. Home
  2. ગુજરાતી
  3. તો હવે આ પેમેંટ બેંકને લાગશે તાળા, તમારું પણ એકાઉન્ટ હોય તો પૈસા ઉપાડી લેજો
તો હવે આ પેમેંટ બેંકને લાગશે તાળા, તમારું પણ એકાઉન્ટ હોય તો પૈસા ઉપાડી લેજો

તો હવે આ પેમેંટ બેંકને લાગશે તાળા, તમારું પણ એકાઉન્ટ હોય તો પૈસા ઉપાડી લેજો

0
  • આઇડિયા પેમેન્ટ બેંકના ગ્રાહકોને ઝટકો
  • આ બેંક પેમેન્ટ બેંકના કારોબારને સમેટશે
  • ગ્રાહકોને પૈસા ઉપાડી લેવાનો સંદેશ જારી કર્યો

આઇડિયા પેમેન્ટ બેંકના ગ્રાહકોને આ ખબર સાંભળીને ઝટકો લાગી શકે છે. હકીકતમાં, આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ્સ બેંક પોતાનો કારોબાર બંધ કરવા જઇ રહી છે. ETમાં છપાયેલી ખબર અનુસાર RBI એ સોમવારે બતાવ્યું કે કંપનીએ પોતાની મરજીથી કારોબાર સમેટવાની અરજી કર્યા બાદ તેના લિક્વિડેશનને મંજૂરી અપાઇ છે. મુંબઇ હાઇકોર્ટે ડેલૉયટ ટૂશ તોમાત્સુ ઇન્ડિયા LLPના વરિષ્ઠ નિર્દેશક વિજયકુમાર વી અય્યરને આ માટે લિક્વિડેટર તરીકે નિયુક્ત કર્યા છે.

આ વર્ષે જુલાઇની શરૂઆતમાં આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ્સ બેંકે પોતાના કારોબારને સમેટવાની જાહેરાત કરી હતી. કંપનીએ તેનું પાછળનું કારણ અપ્રત્યાશિત ઘટનાક્રમના ચલતા કારોબારનું અવ્યવહારિક હોવાનું દર્શાવ્યું હતું.

એપ્રિલ 2016માં આઇડિયા સેલ્યુલરે સબ્સિડિયરી આઇડિયા મોબાઇલ કૉમર્સ સર્વિસીઝને પેમેન્ટ બેંકમાં મર્જ કરીને આદિત્ય બિરલા આઇડિયા પેમેંટ બેંક નામ આપ્યું હતું. હવે આ પેમેન્ટ બેંક બંધ થયા બાદ માત્ર એરટેલ, પેટીએમ, જિયો, ઇન્ડિયા પોસ્ટ જેવી પ્રમુખ કંપનીઓની પેમેંટ બેંક સેવા ઉપલબ્ધ રહેશે.

પેમેંટ બેન્કિગના સેક્ટરમાં અત્યારસુધી 4 કંપનીઓના પાટીયા પડી ગયા છે. તેમાં ટેક મહિન્દ્રા, ચોલામંડલમ ઇન્વેસ્ટમેંટ એન્ડ ફાઇનાન્સ કંપની અને દિલીપ સાંધવી, IDFC બેંક લિમિટેડ અને ટેલીનૉર ફાઇનાન્સિયલ સર્વિસીઝના ગઠબંધનમાં બનેલી પેમેંટ બેંક જેવી કંપનીઓ સામેલ છે.

20 જુલાઇએ જારી કર્યો હતો ગ્રાહકો માટે સંદેશ
બેંકે તેમના ગ્રાહકોને 20 જુલાઇ 2019ના રોજ કહ્યું હતું કે એ દરેક લોકો જે પેમેંટ બેંકના ગ્રાહક છે, તે પોતાનું બેલેન્સ જલ્દીથી જલ્દી અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરાવી લે. આ પેમેન્ટ બેંકને 17 મહિના પહેલા એપ્રિલ 2016માં શરૂ કરવામાં આવી હતી. આ પેમેંટ બેંક આદિત્ય બિરલા નુવો અને આઇડિયા સેલ્યુલરનું સંયુક્ત ઉપક્રમ છે. તેમાં આદિત્ય બિરલા નુવોની 51 ટકા ભાગીદારી છે. બેંકને ઑગસ્ટ 2015માં RBI તરફથી લાઇસન્સ મળ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.