1. Home
  2. ગુજરાતી
  3. SBIના ગ્રાહકોને ઝટકો! ખાતાધારકોને હવે FD પર મળશે ઓછું વ્યાજ
SBIના ગ્રાહકોને ઝટકો! ખાતાધારકોને હવે FD પર મળશે ઓછું વ્યાજ

SBIના ગ્રાહકોને ઝટકો! ખાતાધારકોને હવે FD પર મળશે ઓછું વ્યાજ

0

જો તમે પણ એસબીઆઇ બેંકના ગ્રાહક છો તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. SBIએ FD પરના રેટ્સમાં ફરી એકવાર ઘટાડો કર્યો છે. બેંક એ 45 દિવસ સુધીની અવધિ ધરાવતી FD પર વ્યાજમાં 0.50 ટકાનો કાપ મૂક્યો છે, જે 10 માર્ચથી લાગૂ થશે. નવા દરો પ્રમાણે 7 થી 45 દિવસ સુધીની FD પર 4 ટકા વ્યાજ મળશે. જે પહેલા 4.50 ટકા હતુ. તે ઉપરાંત 1 વર્ષ કે તેથી વધુ અવધિ ધરાવતી એફડી માટે વ્યાજદરોમાં 0.10 ટકાનો કાપ મૂક્યો છે. તેના પર પહેલા 6 ટકા વ્યાજ મળતું હતું.

ફેબ્રુઆરીમાં જ બેંક એ એફડીના દરોમાં 10 થી 50 બીપીએસનો કાપ મૂક્યો હતો. બેંક એ 46 થી 179 દિવસ, 180 થી 210 દિવસ અને 211 દિવસથી 1 વર્ષ સુધીની અવધિ માટે વ્યાજમાં કોઇ ફેરફાર નથી કર્યો. બેંક એ MCLRમાં પણ 15 BPSનો કાપ મૂક્યો છે.

SBI દ્વારા વરિષ્ઠ નાગરિકોને અપાતા એફડી પરના વ્યાજદરો વિશે વાત કરીએ તો આ કાપ બાદ હવે 46 દિવસથી લઇને 179 દિવસની એફડી પર 5.50 ટકાના દરે વ્યાજ મળશે. જ્યારે 180 થી 210 દિવસની એફડી પર વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજદર 6 ટકા હશે. 211 દિવસથી 1 વર્ષ સુધી વ્યાજદરો 6 ટકા લાગૂ પડશે.

વરિષ્ઠ નાગરિકો માટે 1થી 2 વર્ષ, 2 વર્ષથી 3 વર્ષ અને 3 વર્ષથી લઇને 5 વર્ષની અવધિ ધરાવતી એફડી પર 6.40 ટકાના દરે વ્યાજ મળશે. તે ઉપરાંત 5 વર્ષથી લઇને 10 વર્ષની એફડી પર 6.40 ટકાના દરે વ્યાજ મળશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.