in ,

વિજય માલ્યાની સંપત્તિ જપ્ત કરવા પર હવે કોઇ રોક નહી, મુંબઇ હાઇકોર્ટે માલ્યાની અપીલ ફગાવી

મુંબઇ હાઇકોર્ટે ભાગેડુ ભારતીય ઉદ્યોગપતિ વિજય માલ્યાને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે માલ્યાની એ અરજીને ફગાવી છે જેમાં વિજય માલ્યાએ તેની પોતાની સંપત્તિનો સરકારી એજન્સીઓ દ્વારા કબજો રોકવાની માંગ કરી હતી.

અગાઉ 2 જૂનના રોજ લંડનની હાઇકોર્ટે માલ્યાને મોટી રાહત આપતા પ્રત્યાર્પણની વિરુદ્વ અરજી કરવાની મંજૂરી આપી હતી. જો લંડનના સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા તેને પ્રત્યાર્પણ વિરુદ્વ અપીલ કરવાની મંજૂરી ના અપાઇ હોત તો તેનું ભારતમાં પ્રત્યાર્પણ શક્ય બન્યું હોત. જો કે હવે માલ્યાને મોટી રાહત મળી છે.

માલ્યાને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરાયો છે ત્યારે ભારતીય એજન્સીઓ તેની પાસેથી નાણાંની વસૂલાત કરવા માટે તેની ભારતમાં રહેલી સંપત્તિઓને જપ્ત કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ધોની ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ BJP નો ખેંસ કરી શકે છે ધારણ

આગલા 5 વર્ષમાં 5 ટ્રિલિયન ડૉલર ઈકોનૉમીઃ “ચિદમ્બરમે કહ્યું આ સામાન્ય ગણિત છે”