1. Home
  2. ગુજરાતી
  3. ભારત-ચીન સીમા તણાવ: સેન્સેક્સમાં કડાકો, રોકાણકારોએ 34 હજાર કરોડ ગુમાવ્યા
ભારત-ચીન સીમા તણાવ: સેન્સેક્સમાં કડાકો, રોકાણકારોએ 34 હજાર કરોડ ગુમાવ્યા

ભારત-ચીન સીમા તણાવ: સેન્સેક્સમાં કડાકો, રોકાણકારોએ 34 હજાર કરોડ ગુમાવ્યા

0
  • મંગળવારે સવારે સેન્સેક્સમાં જોવા મળી તેજી બાદમાં કડાકો
  • ભારત અને ચીન વચ્ચે તણાવ વધતા સેન્સેક્સમાં વોલેટિલિટી
  • સેન્સેક્સમાં 600નો કડાકો જ્યારે નિફ્ટી પણ 200 તૂટી

કોરોના વાયરસની મહામારી વચ્ચે શેરબજારમાં અનિશ્વિતતા જોવા મળી રહી છે. જો કે મંગળવારે શેરબજારની શરૂઆત તેજી સાથે થઇ હતી જો કે ભારત અને ચીન વચ્ચે લદાખ સીમા પર તણાવ વધવાની ખબર સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ ઉપલા સ્તરથી 600 અંક તૂટ્યો હતો. સેન્સેક્સ 600 અંક તૂટીને 33,241 ના સ્તરે આવી ગયો છે. NSEમાં પણ નિફ્ટી ઉપલા સ્તરથી 200 પોઇન્ટ તૂટ્યો હતો.

મંગળવારે સેન્સેક્સ 624.92 અંક ઉપર તેમજ નિફ્ટી 201.1 અંકના વધારા સાથે ખુલ્યું હતું. પછી દિવસ દરમિયાન સેન્સેક્સ 793.21 અંક સુધી અને નિફ્ટી 232.45 અંક સુધી ઉપર જવામાં સફળ રહ્યું હતું.

આજે સવારે સેન્સેક્સમાં તેજી જોવા મળતા રોકાણકારોએ હજારો રૂપિયાની કમાણી કરી હતી જો કે બાદમાં બપોરે ભારત અને ચીન વચ્ચે તણાવ વધતા શેરબજારમાં વોલેટિલિટી ફરી વળતા થોડીક ક્ષણોમાં જ રોકાણકારોના 34 હજાર કરોડ રૂપિયા સ્વાહા થઇ ગયા હતા.

ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ મામલે તણાવ વધ્યો છે. સીમા પર ચીનની સાથે થયેલી એક ઝડપમાં ભારતના એક કર્નલ સમેત 2 જવાનોની મોત થઇ છે. આ ત્રણ જવાનાના શહીદ થતા દેશમાં તણાવ વધ્યો છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.