in ,

દેશમાં 3 વર્ષમાં બિઝનેસ સેન્ટિમેન્ટનું સ્તર તળિયે: IHS સર્વેમાં ખુલાસો

શું દેશના વેપારીઓનું મનોબળ તૂટી રહ્યું છે? હાલમાં જારી થયેલા આંકડાઓ તો આ જ દર્શાવી રહ્યા છે. એક સર્વેક્ષણ અનુસાર દેશમાં બિઝનેસ સેન્ટિમેન્ટ લેવલ જૂન 2016 થી અત્યારસુધી સૌથી નીચલા સ્તરે છે. કંપનીઓ અર્થવ્યવસ્થામાં સુસ્તી, સરકારી નીતિઓ અને પાણીની તંગીને કારણે ચિંતિત લાગી રહી છે. તેની સીધી અસર બિનેઝસ સેન્ટિમેન્ટ પર પડી રહી છે.

IHS માર્કેટ ઇન્ડિયા બિઝનેસ આઉટલૂકની વાત માનીએ તો આર્થિક ગતિવિધિઓમાં મંદીના માહોલને કારણે કંપનીના નફામાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે. આ જ કારણોસર કંપનીઓમાં નવી ભરતી પર પણ અસર થઇ છે. આ સિવયા કંપનીઓનો મૂડી ખર્ચ પણ ઓછો થશે.

પાણીની તંગી, સાર્વજનીક નીતિઓ તેમજ વેચાણના નબળા આંકડાઓને કારણે બિઝનેસ સેન્ટિમેન્ટ લેવલને અસર થઇ છે. કુશળ કામદારોની અછત, ટેક્સમાં વધારો, નાણાંકીય અવરોધો અને ગ્રાહકો દ્વારા પ્રોડક્ટની ખરીદી પર છૂટછાટની માંગણીને કારણે બિઝનેસ સેન્ટિમેન્ટ પ્રભાવિત થયું છે.

સર્વે અનુસાર ખાનગી કંપનીઓના ઉત્પાદનના આંકડાઓ ફેબ્રુઆરીના 18 ટકાથી ઘટીને જૂન માસમાં 15 ટકા થયા છે. તે જૂન 2016 અને ઑક્ટોબર 2009 ના આંકડાઓ બરાબર છે. જૂનમાં ભારતમાં બિઝનેસ સેન્ટિલમેન્ટ લેવલ સંયુક્ત રૂપે નીચલા સ્તરે હતી.

આગામી સમયમાં રૂપિયામાં વધુ નરમાઇને લઇને કંપનીઓને આશંકા છે. તેઓનું કહેવું છે કે રૂપિયો નબળો પડશે તો આયાત કરેલી વસ્તુઓ વધુ મોંઘી થશે. IHS માર્કેટના મુખ્ય અર્થશાસ્ત્રી પોલિયાના ડે લીમાએ કહ્યું હતું કે ઉભરતા બજારોમાં ખાસ કરીને જૂન માસ દરમિયાન વેપારને લગતી ગતિવિધિઓમાં મંદીનો માહોલ પ્રવર્તેલો રહ્યો છે. ખાસ કરીને પાણીને લઇને ચિંતાઓ વધી છે. સાર્વજનિક નીતિઓ અને નિયમનને લઇને બિઝનેસ સેન્ટિમેન્ટમાં ઘટાડો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વૈશ્વિક ભિખારી બનેલા આતંકીસ્તાનની પરમાણુ દોડ, 2025 સુધીમાં બેવડા થઈ જશે પાકિસ્તાનના અણુ શસ્ત્રો

કેન્દ્ર સરકારનો દાવોઃ નોટબંધી બાદ ધટ્યું છે નકલી નોટોંનું સર્કુલેશન