1. Home
  2. ગુજરાતી
  3. ઑટો સેક્ટર મંદીના ભરડામાં! એપ્રિલ-ઑક્ટોબર દરમિયાન કારનું વેચાણ ઘટ્યું, ઉત્પાદનમાં પણ ઘટાડો
ઑટો સેક્ટર મંદીના ભરડામાં! એપ્રિલ-ઑક્ટોબર દરમિયાન કારનું વેચાણ ઘટ્યું, ઉત્પાદનમાં પણ ઘટાડો

ઑટો સેક્ટર મંદીના ભરડામાં! એપ્રિલ-ઑક્ટોબર દરમિયાન કારનું વેચાણ ઘટ્યું, ઉત્પાદનમાં પણ ઘટાડો

0
  • ઑટોમોબાઇલ સેક્ટર મંદીની ઝપેટમાં, કારનું વેચાણ ઘટ્યું
  • એપ્રિલ-ઑક્ટોબર દરમિયાન કારનું વેચાણ 20 ટકા ઘટ્યું
  • ઑક્ટોબરમાં પેસેન્જર વ્હીકલના ઉત્પાદનમાં 21 ટકાનો ઘટાડો

ઑટોમોબાઇલ સેક્ટર હજુ પણ મંદીના ભરડામાં છે. કારના વેચાણમાં સતત 12માં મહિને પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેને કારણે કારના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. તહેવારની સીઝનમાં પણ કારના વેચાણમાં સુસ્તીનો માહોલ જોવા મળ્યો હતો. SIAM (સોસાયટી ઑફ ઑટો મેન્યુફેક્ચર્સ) ના આંકડાઓ અનુસાર ઑક્ટોબર 2019માં પેસેન્જર વ્હીકલના ઉત્પાદનમાં 21.4 ટકાનો ઘટાડો થયો છે. ઑક્ટોબરમાં કુલ 2,69,186 પેસેન્જર વ્હીકલનું ઉત્પાદન થયું છે, જ્યારે સપ્ટેમ્બર 2018માં 3,41,363 પેસેન્જર વ્હીકલનું ઉત્પાદન થયું હતું.

એપ્રિલથી ઑક્ટોબર 2019 સુધી કારના વેચાણમાં 20.22 ટકાનો ઘટાડો
પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં કારના વેચાણમાં 6.34 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઑક્ટોબર માસમાં દરેક કારોના વેચાણમાં માત્ર 0.28 ટકાનો વધારો નોંધાયો છે. ઑક્ટોબર 2019માં કુલ 2,85,027 પેસેન્જર ગાડીઓનું વેચાણ થયું છે. બીજી તરફ દ્વિચક્રી વાહનોનું વેચાણ પણ 14.43 ટકા ઘટ્યું છે તેમજ ઉત્પાદન પણ 26.57 ટકા ઘટ્યું છે.

એપ્રિલથી ઑક્ટોબર 2019 દરમિયાન કારના વેચાણમાં 16.66 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઑટો કંપનીઓએ કુલ 2,039,543 કારનું ઉત્પાદન કર્યું, જ્યારે એપ્રિલ ઑક્ટોબર 2018માં કુલ 24,47,400 કારનું ઉત્પાદન થયું હતું. એપ્રિલ-ઑક્ટોબર 2019 દરમિયાન કારના વેચાણમાં 20.22 ટકાનો ઘટાડો થયો છે, જેમાં પેસેન્જર કારનું વેચાણ 27.02 ટકા જ્યારે દ્વિચક્રી વાહનોનું વેચાણ 15.92 ટકા ઘટ્યું છે.

ઑક્ટોબરમાં કમર્શિયલ વ્હીકલના પ્રોડક્શનમાં 72.42 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જેમાં ગુડ્સ કરિયરના પ્રોડક્શનમાં 76.74 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે વેચાણમાં પણ 50.14 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.