1. Home
  2. ગુજરાતી
  3. Closing Bell: શેરબજારમાં રોનક, રોકાણકારોને 1.69 લાખ કરોડનો ફાયદો, સેન્સેક્સમાં 646 પોઇન્ટનો ઉછાળો
Closing Bell: શેરબજારમાં રોનક, રોકાણકારોને 1.69 લાખ કરોડનો ફાયદો, સેન્સેક્સમાં 646 પોઇન્ટનો ઉછાળો

Closing Bell: શેરબજારમાં રોનક, રોકાણકારોને 1.69 લાખ કરોડનો ફાયદો, સેન્સેક્સમાં 646 પોઇન્ટનો ઉછાળો

0

બુધવારે કેન્દ્રની મોદી સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત બાદ શેરબજારમાં રોનક જોવા મળી હતી. કારોબારના અંતે સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર તેજી જોવા મળી હતી. બુધવારે સેન્સેક્સ 646 પોઇન્ટના ઉછાળા સાથે 38,178 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી પણ 187 પોઇન્ટની મજબૂતાઇ સાથે 11313ના સ્તરે બંધ થયો હતો.

કૉર્પોરેટ ટેક્સમાં કાપનો મળશે ફાયદો
જાણકારો અનુસાર કૉર્પોરેટ ટેક્સમાં કાપનો ફાયદો કંપનીઓને વર્તમાન ત્રિમાસિક ગાળામાં મળે તેવી સંભાવના છે. કૉર્પોરેટ ટેક્સમાં કાપ બાદ કંપનીઓનો નફો 7-8 ટકા સુધી વધે તેવી સંભાવના છે. બીજી તરફ દુનિયાભરના શેરબજારોમાં ખરીદીના માહોલને કારણે પણ ભારતીય શેરબજારમાં ચમક જોવા મળી હતી. આજની તેજીથી રોકાણકારોએ 1.69 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

આ શેર્સમાં તેજી-મંદી
બુધવારે કારોબારના અંતે ઇન્ડસઇન્ડ બેંક, ભારતી એરટેલ, ICICI બેંક, SBI, અલ્ટ્રાટેક સીમેન્ટ, મહિન્દ્રા એંડ મહિન્દ્રા, ભારતી ઇંફ્રાટેલ, સિપ્લા, કોટક મહિન્દ્રા, તાતા સ્ટીલ, બ્રિટાનિયા, HDFC બેંક, ગ્રાસિમ, બજાર ફાઇનાન્સ, તાતા મોટર્સ, એશિયન પેંટ્સ અને JSW સ્ટીલના શેર્સમાં તેજી જોવા મળી હતી. બીજી તરફ યસ બેંક, હીરો મોટોકોર્પ, ટાઇટન, ઝી એન્ટરટેઇનમેન્ટ, HCL ટેક, ITC, TCS, ઇન્ફોસિસ અને ONGCના શેર્સ નુકસાનીમાં રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.