1. Home
  2. ગુજરાતી
  3. US-ઇરાન તણાવથી બજારમાં કોહરામ, સેન્સેક્સમાં 788 પોઇન્ટનો કડાકો, રોકાણકારોના 3 લાખ કરોડ ડૂબ્યા
US-ઇરાન તણાવથી બજારમાં કોહરામ, સેન્સેક્સમાં 788 પોઇન્ટનો કડાકો, રોકાણકારોના 3 લાખ કરોડ ડૂબ્યા

US-ઇરાન તણાવથી બજારમાં કોહરામ, સેન્સેક્સમાં 788 પોઇન્ટનો કડાકો, રોકાણકારોના 3 લાખ કરોડ ડૂબ્યા

0

કારોબારી સપ્તાહના પહેલો દિવસ માર્કેટ માટે ખૂબજ નુકસાનકારક સાબિત થયો હતો. ગત સપ્તાહ એ અમેરિકી એર સ્ટ્રાઇક બાદ અમેરિકા અને ઇરાન વચ્ચેના સંબંધોમાં તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે. આ તણાવની સીધી અસર માર્કેટ પર જોવા મળી હતી. બજારમાં ચોતરફ વેચવાલીને કારણે સેન્સેક્સ 788 પોઇન્ટના કડાકા સાથે 40,676.63 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી પણ 234 પોઇન્ટના ઘટાડા સાથે 11,993 ના સ્તરે બંધ થયો હતો. શેરબજારમાં આ મોટા કડાકાને કારણે રોકાણકારોની 3 લાખ કરોડની મૂડીનું ધોવાણ થયું હતું.

અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવને કારણે અનિશ્વિતતાનો માહોલ સર્જાયો હતો જેની સીધી અસર શેરબજારમાં જોવા મળી હતી. રોકાણકારોને કુલ 3 લાખ કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. 3 જાન્યુઆરી 2020ના રોજ BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 1,56,87,770.65 કરોડ રૂપિયા હતું, જે આજે 2,99,790,37 કરોડ રૂપિયાથી ઘટીને 1,53,87,980.28 કરોડ રૂપિયા નોંધાયું હતું.

આ તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ઇરાન વિરુદ્વ ચિમકી ઉચ્ચારી હતી કે જો તેઓ બદલો લેવાનો પ્રયત્ન કરશે તો અમેરિકા વળતા પ્રહાર તરીકે અત્યારસુધીનો સૌથી મોટો હુમલો કરશે.

આ તણાવ બાદ માર્કેટમાં જોવા મળી રહેલી અનિશ્વિતતા બાદ હવે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ આગળ વધી રહ્યા છે. જેને કારણે સોનાનો ભાવ પણ વધી રહ્યો છે. સપ્તાહના પ્રથમ દિવસે જ સોનું 40 હજારને પાર થઇને હાલમાં 41 હજાર પર ટ્રેડ કરી રહ્યું છે. MCX પર સોનાના ભોવ 2.35 ટકાની તેજી સાથે 1573.14 પ્રતિ ઔંસના સ્તરે છે. તે ઉપરાંત ચાંદીની કિંમતમાં પણ ઉછાળો આવ્યો છે. ચાંદી 987 રૂપિયાની તેજીની સાથે 48514 પર ટ્રેડ કરી રહી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.