1. Home
  2. ગુજરાતી
  3. ભારતમાં કન્યુઝ્યુમર સેન્ટિમેન્ટ પાંચ વર્ષના તળિયે, બિનજરૂરી ખર્ચ પર મૂક્યો કાપ
ભારતમાં કન્યુઝ્યુમર સેન્ટિમેન્ટ પાંચ વર્ષના તળિયે, બિનજરૂરી ખર્ચ પર મૂક્યો કાપ

ભારતમાં કન્યુઝ્યુમર સેન્ટિમેન્ટ પાંચ વર્ષના તળિયે, બિનજરૂરી ખર્ચ પર મૂક્યો કાપ

0

ભારતીય અર્થતંત્રમાં હાલમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ભારતમાં કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ પાંચ વર્ષના તળિયે પહોંચી ગયો છે. કંપનીઓની ઉત્પાદન પ્રવૃત્તિઓમાં પણ સુસ્તી જોવા મળી રહી છે. RBI ના ઇન્ડિયા કન્ઝ્યુમર કોન્ફિડેન્સ સર્વે અનુસાર જાન્યુઆરીમાં સૂચકાંક 83.7 ટકા ઘટી ગયો છે જે માર્ચ 2015 પછી સૌથી ઓછો છે. અન્ય એક સર્વેમાં માર્ચના અંતમાં બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીઓની ઉપયોગ ક્ષમતાનો ઘટીને 69.1 પર આવી ગઇ છે.

દેશના 13 મોટા શહેરોને આવરી લઇને કરાયેલા સર્વેક્ષણ અનુસાર એક વર્ષ પહેલાની સ્થિતિની તુલનામાં સામાન્ય આર્થિક પરિસ્થિતિ, કિંમત સ્તર અને આવક અંગેની વર્તમાન ધારણા નબળી રહી છે. તે ઉપરાંત પરિવારોની ખરીદશક્તિમાં પણ ઘટાડો થયો છે. ગ્રાહકોનો ખર્ચ ઓછો થવાને કારણે ઉત્પાદન પ્રવૃત્તિઓમાં પણ સુસ્તી જોવા મળી રહી છે. 866 કંપનીઓના સર્વેક્ષણ અનુસાર એપ્રિલ-જૂન દરમિયાન ઉપયોગ ક્ષમતા 73.6 ટકા ઘટી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્પાદન અંતર એટલે કે વાસ્તવિક અને સંભવિત ઉત્પાદન વચ્ચેનું અંતર વ્યાપક બની રહ્યું છે. ગુરુવારે RBI દ્વારા બેન્ચમાર્ક દરોને 5.15 ટકાના એક દાયકાના નીચલા સ્તરે રાખ્યા હતા તેમજ વર્ષ 2009 બાદ સૌથી નબળાં વિસ્તરણ માટે અર્થવ્યવસ્થામાં ઉધારખર્ચને ઘટાડવા તેમજ અર્થવ્યવસ્થામાં માંગને વધારવા માટે બિનપરંપરાગત સાધનોનો સહારો લીધો છે.

ખાસ કરીને કોલસા, સિમેન્ટ અને વીજળી ઉત્પાદનના આંકડાઓમાં સુધારાનો સંકેત જોવા મળી રહ્યો છે. અર્થતંત્ર 5 માર્ચથી 5 ટકાએ આગળ વધવા તૈયાર છે જે વર્ષ 2009 પછીની સૌથી નબળી વૃદ્વિ છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.