BUSINESSગુજરાતી

કોરોનાની વેક્સીન ઝડપી શોધાય તે ભારતીય અર્થતંત્ર માટે આવશ્યક

  • કોરોનાની વેક્સીન ઝડપી શોધાય તે દેશના અર્થતંત્ર માટે આવશ્યક
  • વેક્સીન મોડી શોધાશે તો અર્થતંત્રમાં અનિશ્વિતતા વધતી જશે
  • બ્રોકિંગ ફર્મ બેન્ક ઑફ અમેરિકા સિક્યોરિટીઝ એ કર્યું અનુમાન

કોરોના વાયરસના સંકટની દેશના અર્થતંત્ર પર ગંભીર અને વ્યાપક અસર જોવા મળી છે. અનેક રોજગાર ધંધા ઠપ થઇ ગયા છે અને બેરોજગારી પણ વધી રહી છે ત્યારે કોરોનાની વેક્સીન શોધવી એ લોકોના જીવ બચાવવા ઉપરાંત અર્થતંત્ર માટે પણ ખૂબ જરૂરી છે. ભારતીય અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે કોરોનાની વેક્સીન શોધાવી જરૂરી છે. જો વેક્સીન શોધવામાં મોડુ થશે તો અર્થતંત્રમાં પણ અનિશ્વિતતા વધતી જશે.

જો કોરોનાની વેક્સીન તૈયાર કરવામાં લાંબો સમય લાગશે તો ભારતીય અર્થતંત્ર વર્ષ 2020-21માં 7.5 ટકા સુધી તૂટવાનું અનુમાન છે. વૈશ્વિક બ્રોકિંગ કંપની બેન્ક ઑફ અમેરિકા સિક્યોરિટીઝ એ આ અનુમાન લગાવ્યું છે. જો વેક્સીન શોધાઇ જશે તો ભારતીય અર્થતંત્રમાં ચાર ટકાનો ઘટાડો આવે તેવી સંભાવના છે.

નોંધનીય છે કે, ભારતના જીડીપી વિકાસ દરને લઇને કંપનીના અર્થશાસ્ત્રીઓએ અનુમાન તૈયાર કર્યું છે. જો કે અગાઉ કેટલાક નિષ્ણાંતોએ ભારતીય અર્થતંત્રમાં પ્રવર્તમાન વર્ષ માટે પાંચ ટકાના ઘટાડાનું અનુમાન કર્યું છે.

(સંકેત)

Related posts
BUSINESSગુજરાતી

સેબીનો નિર્ણય, ગ્રાહકો સીધા જ સ્ટોક એક્સચેન્જ સાથે શેરનું ખરીદ વેચાણ કરી શકશે

– હવે શેરધારકો સ્ટોક એક્સચેન્જથી પ્રત્યક્ષ શેરનું ખરીદ વેચાણ કરી શકશે – ભારતમાં હાલમાં BSE, NSE, MCX જેવા પ્રમુખ સ્ટોક એક્સચેન્જ કાર્યરત…
BUSINESSગુજરાતી

ભારત ચીનથી આયાત થતા સામાન પર કેટલાક નવા માપદંડો લાગુ કરશે

વાણિજ્ય મંત્રાલયએ ગત વર્ષે આ વસ્તુઓની ઓળખ કરી હતી આયાત ઘટાડી નિકાસ વધારવા માટે અનેક પ્રક્રિયાને ઝડપી કેટલીક વસ્તુઓ ઓછી આયાત થતી…
BUSINESSગુજરાતી

ખાનગી હોસ્પિટલોએ કોરોનાના દર્દીઓને કેશલેસ સારવાર આપવી પડશે: ઇરડા

કોરોના સંક્રમિત દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં તોતિંગ બિલ પકડાવાય છે ખાનગી હોસ્પિટલો અને વીમા કંપનીઓ કેશલેસ સારવાર માટે કરે છે આનાકાની હવે ખાનગી…

Leave a Reply