1. Home
  2. ગુજરાતી
  3. લેબર લૉને નબળો કરવાથી અર્થવ્યવસ્થામાં કોઇ સુધારો નહીં આવે: અજીમ પ્રેમજી
લેબર લૉને નબળો કરવાથી અર્થવ્યવસ્થામાં કોઇ સુધારો નહીં આવે: અજીમ પ્રેમજી

લેબર લૉને નબળો કરવાથી અર્થવ્યવસ્થામાં કોઇ સુધારો નહીં આવે: અજીમ પ્રેમજી

0
  • દેશના અગ્રણી ઉદ્યોગપતિ અજીમ પ્રેમજીએ કેટલાક રાજ્યોની કરી નિંદા
  • લેબર લૉને નબળો કરવાથી અર્થતંત્રમાં કોઇ સુધારો આવશે નહીં
  • સાંપ્રત સ્થિતિમાં આર્થિક રીતે નબળા વર્ગની મદદ કરવાની જરૂર

દેશના કેટલાક રાજ્યોમાં લેબર લૉને લઇને કેટલીક ચહલપહલ વધી ગઇ છે ત્યારે દેશના અગ્રણી ઉદ્યોગપતિ અજીમ પ્રેમજીએ લેબર લૉને નબળો કરવાના રાજ્યના પ્રયાસોની નિંદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે લેબર લૉને નબળો કરવાથી અર્થવ્યવસ્થામાં કોઇ સુધારો આવશે નહીં. સાંપ્રત સંકટની સ્થિતિમાં આર્થિક રીતે નબળા વર્ગને મદદ કરવાની જરૂર છે. લૉકડાઉનને કારણે તેમની સ્થિતિ દયનીય છે.

લેબર લૉને લગતા એક લેખમાં અજીમ પ્રેમજીએ લખ્યું છે કે, આ જાણકારી આશ્વર્યજનક છે કે કેટલાક રાજ્યો લેબર લૉને પહેલા જ ફગાવી ચૂક્યા છે. પહેલા જ શ્રમિકોને ખૂબજ ઓછી સુરક્ષા પ્રાપ્ત થઇ છે. આવામાં લેબર લૉને નબળો કરવો અમાનવીય હશે. પ્રવાસી મજૂરો માટે સામાજીક સુરક્ષા નામની કોઇ વસ્તુ જ નથી.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો કાયદામાં કોઇ ફેરફાર કરવામાં આવે તો તેનાથી પ્રવાસી મજૂરોની સ્થિતિ વધારે કપરી અને દયનીય થઇ જશે. તેમને ગ્રામીણ રોજગાર ગેરંટી કાર્યક્રમની જેમ શહેરી રોજગાર ગેરંટી કાર્યક્રમની વકીલાત કરી છે.

(સંકેત)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.