1. Home
  2. ગુજરાતી
  3. ઑટોમોબાઇલ માર્કેટમાં મંદી: પેસેન્જર વાહનોનું વેચાણ 6.2%, કારનું વેચાણ 8% ઘટ્યું: SIAM
ઑટોમોબાઇલ માર્કેટમાં મંદી: પેસેન્જર વાહનોનું વેચાણ 6.2%, કારનું વેચાણ 8% ઘટ્યું: SIAM

ઑટોમોબાઇલ માર્કેટમાં મંદી: પેસેન્જર વાહનોનું વેચાણ 6.2%, કારનું વેચાણ 8% ઘટ્યું: SIAM

0

ઑટોમોબાઇલ માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જાન્યુઆરી માસમાં સ્થાનિક પેસેન્જર વાહનોનું વેચાણ 6.2 ટકા ઘટીને 2,62,714 યુનિટ નોંધાયું છે. જે ગત વર્ષના સમાન સમયગાળામાં 2,80,091 યુનિટ હતું. સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ (SIAM) દ્વારા જારી કરાયેલા આંકડાઓ અનુસાર ગત માસમાં કારનું વેચાણ 8.1 ટકા ઘટીને 1,64,793 યુનિટ નોંધાયું છે જે ગત વર્ષે જાન્યુઆરીમાં 1,79,324 યુનિટ હતું.

જણાવી દઇએ કે ગત માસે મોટરસાઇકલનું વેચાણ પણ 15.17 ટકા ઘટીને 8,71,886 યુનિટ રહ્યું છે જે એક વર્ષ અગાઉ 10,27,528 યુનિટ હતું.

જાન્યુઆરી મહિના દરમિયાન કુલ દ્વિચક્રીય વાહનોનું વેચાણ 16.06 ટકા ઘટીને 13,41,005 યુનિટ નોંધાયું છે જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 15,97,528 યુનિટ હતું. કોમર્શિયલ વાહનોનું વેચાણ 14.04 ટકા ઘટીને 75,289 યુનિટ નોંધાયું છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.