1. Home
  2. ગુજરાતી
  3. ઑક્ટોબર-માર્ચ વચ્ચે રોજગારી સર્જનમાં 7.12 ટકાના ઉછાળાનું અનુમાન
ઑક્ટોબર-માર્ચ વચ્ચે રોજગારી સર્જનમાં 7.12 ટકાના ઉછાળાનું અનુમાન

ઑક્ટોબર-માર્ચ વચ્ચે રોજગારી સર્જનમાં 7.12 ટકાના ઉછાળાનું અનુમાન

0

પ્રવર્તમાન નાણાકીય વર્ષના ઑક્ટોબર-માર્ચમાં ભારતમાં રોજગારી દરમાં 7.12 ટકાનો વધારો થવાનું અનુમાન છે. એક રિપોર્ટ અનુસાર સર્વેમાં સમાવિષ્ટ 19 સેક્ટરમાંથી 7 સેક્ટરમાં રોજગારી સર્જનમાં વધારો થવાની શક્યતા દર્શાવાઇ છે, જો કે 9 સેક્ટરમાં આ જ અવધિમાં રોજગારી ઓછી થવાની પણ આશંકા વ્યક્ત કરાઇ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રવર્તમાન છ માસિક ગાળામાં સ્વાસ્થ્ય સેવા અને દવાઓ, ટેક્નોલોજી, ઇ-કોમર્સ અને ટેક્નોલોજી સ્ટાર્ટ-અપ, શૈક્ષણિક સેવાઓ, કેપીઓ, વીજ-ઉર્જા અને લૉજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં થનારી ભરતીઓમાં વધારો જોવા મળ્યો છે.

તે ઉપરાંત મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીયલ એસ્ટેટ, ફાઇનાન્સિયલ સર્વિસીઝ, રિટેલ, BPO, ટેક્નોલોજી, ટેલીકમ્યુનિકેશન, ટ્રાવેલ અને હોસ્પિટાલિટી, FMCG, કૃષિ અને એગ્રોકેમિકલ્સ ક્ષેત્રોમાં થનારી ભરતીઓમાં ઘટાડાનું અનુમાન છે. ખાસ કરીને આર્થિક વૃદ્વિદરમાં સુસ્તીને કારણે કેટલાક ક્ષેત્રોમાં રોજગારી ઘટી છે. જો કે દરેક ક્ષેત્રોની વાત કરીએ તો નોકરીમાં ઉછાળાનો સંકેત પણ મળી રહ્યા છે.

19માંથી 8 ક્ષેત્રોમાં નોકરી મળવાનો આંકડો ડબલ ડિજિટમાં રહેવાની આશા છે. ઑક્ટોબર-માર્ચમાં માત્ર લોજિસ્ટિક્સ તેમજ શૈક્ષણિક સેવાઓના ક્ષેત્રમાં જ વધુ નોકરીનું સર્જન થવાની આશા છે. મુંબઇ, હૈદરાબાદ, પુણે, ચેન્નાઇ, બેંગ્લુરુ, દિલ્હી, ગુરુગ્રામ તેમજ કોલકાતામાં રોજગારી સર્જન વધ્યું છે તો ઇન્દોર, કોઇમ્બતોર, અમદાવાદ, કોચી અને નાગપુરમાં એપ્રિલ-સપ્ટેમ્બર 2019-20 ની સરખામણીએ ઑક્ટોબર-માર્ચ 2019-20 માટે અલગ અલગ સ્તર પર નકારાત્મક રહ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.