1. Home
  2. ગુજરાતી
  3. ઑટો સેક્ટરને મંદીમાંથી ઉગારવાનો પ્રયાસ, સરકાર આપી શકે છે રાહત પેકેજ
ઑટો સેક્ટરને મંદીમાંથી ઉગારવાનો પ્રયાસ, સરકાર આપી શકે છે રાહત પેકેજ

ઑટો સેક્ટરને મંદીમાંથી ઉગારવાનો પ્રયાસ, સરકાર આપી શકે છે રાહત પેકેજ

0

દેશના ઑટોમોબાઇલ સેક્ટરને મંદીમાંથી ઉગારવા માટે કેન્દ્ર સરકાર દરેક પ્રકારના પ્રયાસો કરી રહી છે. જો કે હાલમાં સરકાર ઑટો સેક્ટર માટે જીએસટી દરોમાં કાપ મૂકે તેવી શક્યતા નહીવત્ છે પરંતુ ઑટો કોમ્પોન્ટન્ટ્સને લઇને જીએસટી દર ઓછા થાય તે માટે સરકાર જીએસટી કાઉન્સિલને અનુરોધ કરશે. તે ઉપરાંત સરકાર ઑટો સેક્ટરમાં તેજી ફૂંકવા માટે રાહત પેકેજ પણ જાહેર કરે તેવી શક્યતા છે.

રિપોર્ટ્સ અનુસાર સરકાર એનબીએફસી સેક્ટરમાં લિક્વિડિટી વધારવા માટે ઑટોમોબાઇલ લોનને ઓછી કરવાની દિશામાં પ્રયત્નરત છે. મંદીનો માર સહન કરી રહેલા ઑટોમોબાઇલ સેક્ટરને રાહત આપવી એ સરકારની પ્રથમ પ્રાથમિક્તા છે. રાજ્ય સરકાર જીએસટી દરોમાં કાપની વિરુદ્વ હોવાથી સરકાર હાલમાં જીએસટી દર ઘટાડી શકે તેમ નથી.

ભારતીય કાર નિર્માતાઓ અને વિદેશ સ્થિત ઑટો કંપનીઓને સ્પેર પાર્ટ્સ વેચનાર કંપનીઓનું કહેવું છે કે તેમને અલગ અલગ 18 અને 28 ટકાના દરે ચૂકવણી કરવી પડે છે. તેને બદલે સરકાર માત્ર એક કર લાગુ કરીને પછી ચૂકવણી કરવાનો વિકલ્પ આપી શકે છે.

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટર ટેક્સના પૂર્વ ચેરમેન સુમિત દત્ત મજૂમદાર એ જણાવ્યું હતું કે ઑટો કોમ્પોનન્ટ્સ માટેના ટેક્સના દરો એકસમાન કરવા પાછળ ટેક્સમાં રહેલી અસમાનતા દૂર કરવાનો આશય છે. આગામી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ માંગ રજૂ કરાશે અને સહમતિ થાય તેવી કોશિશ કરાશે.

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહ દરમિયાન અનેક ઑટો કંપનીઓના અધિકારીઓ એ નાણા મંત્રી સહિતના અધિકારીઓ સાથે આ મામલે મુલાકાત કરી હતી અને જીએસટી દરોમાં કાપ મુકવાનો પણ અનુરોધ કર્યો હતો. ઑટો કંપનીઓના સંગઠન સિયામ દ્વારા પણ જીએસટી દરોમાં કાપની સરકાર પાસે માંગણી કરાઇ હતી. હાલમાં વાહનો પર 28 ટકાના દરે જીએસટી વસૂલાય છે. હાલના 28 ટકા જીએસટીને ઘટાડીને 18 ટકા કરાય તેવી સિયામની માંગણી છે. વાહન નિર્માતાઓ ઉપરાંત દ્વિચક્રી વાહનોના મુખ્ય પાર્ટસ બનાવનારા પણ જીએસટી દરમાં કાપ માટે અનુરોધ કરી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.