1. Home
  2. ગુજરાતી
  3. ફીચે હવે ભારતનો ગ્રોથ આઉટલુક સ્ટેબલથી નેગેટિવ કર્યો, આ છે કારણ
ફીચે હવે ભારતનો ગ્રોથ આઉટલુક સ્ટેબલથી નેગેટિવ કર્યો, આ છે કારણ

ફીચે હવે ભારતનો ગ્રોથ આઉટલુક સ્ટેબલથી નેગેટિવ કર્યો, આ છે કારણ

0
  • કોવિડ-19ને કારણે દેશના અર્થતંત્રને પડ્યો મોટો ફટકો
  • રેટિંગ એજન્સી ફીચે ભારતનો ગ્રોથ આઉટલુક કર્યો નેગેટિવ
  • વર્ષ 2021ના અંત સુધીમાં ભારતની આર્થિક પ્રવૃત્તિનો દર -5 ટકા રહેવાની ધારણા

કોવિડ-19ની મહામારીને કારણે ભારતીય અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. ભારતના વૃદ્વિદરમાં ઘટાડો થવાની સાથોસાથ ભારતીય સરકાર સમક્ષ દેવાના પણ પડકારો છે. આ જ સ્થિતિને ધ્યાનમાં રાખતા હવે રેટિંગ એજન્સી ફિચ રેટિંગ્સે ભારતના ગ્રોથ આઉટલુકને રિવાઇઝ કરતા નેગેટિવ કરી દીધો છે. અગાઉ ફિચે ભારત માટે સ્ટેબલ ગ્રોથ આઉટલુક રહેવાની વાત કરી હતી. જો કે, હવે એજન્સીએ પહેલાની જેમ ભારત માટે ઇશ્યુ ડિફોલ્ટ રેટિંગ BBB જાળવી રાખ્યા છે. અગાઉ રેટિંગ એજન્સી મૂડીઝે પણ ગ્રોથ આઉટલુક ઘટાડ્યો હતો. મૂડીઝે ભારતની સોવરે રેટિંગને ‘Baa 2’ થી ઘટાડીને ‘Baa 3’ કર્યું હતું.

કોરોના વાયરસની મહામારીને કારણે આ વર્ષે ભારતનો ગ્રોથ આઉટલુક નબળો પડ્યો છે. ભારત સરકાર સમક્ષ દેવાના પડકારો છે તેવું એજન્સીએ જણાવ્યું હતું. વર્ષ 2021ના અંત સુધીમાં ભારતની આર્થિક પ્રવૃત્તિનો વિકાસદર -5 ટકા સુધી પહોંચશે. જો કે નાણાકીય વર્ષ 2022માં દેશની આર્થિક પ્રવૃત્તિનો વૃદ્વિદર 9.5 ટકા રહેવાની ધારણા છે.

ફિચએ કહ્યું હતું કે, દેશમાં જે રીતે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તેની સાથોસાથ જોખમ વધી રહ્યું હોવાથી રેટિંગમાં સુધારો કરવામાં આવ્યો છે. ફિચના અંદાજ મુજબ, નાણાકીય વર્ષ 2021માં સરકારનું દેવું જીડીપીના 84.5 ટકા હોઇ શકે છે. નાણાકીય વર્ષ 2020માં તે જીડીપીના 71 ટકા હતું.

કોરોના વાયરસના કહેરને કારણે ભારતના અર્થતંત્ર પર ઊંડી અસર પડી છે. તેનાથી વર્તમાન વર્ષ માટેનો ગ્રોથ આઉટલુક નબળો પડી ગયો છે. દેશમાં જ્યાંરથી લોકડાઉન લાગુ થયું ત્યારથી 60 દિવસ માટે આર્થિક પ્રવૃત્તિઓ બંધ રહી હતી જેને કારણે પણ દેશના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.