1. Home
  2. ગુજરાતી
  3. Forbes India Rich List 2019: મુકેશ અંબાણી સતત 12માં વર્ષે દેશના સૌથી અમીર વ્યક્તિ, જુઓ યાદી
Forbes India Rich List 2019: મુકેશ અંબાણી સતત 12માં વર્ષે દેશના સૌથી અમીર વ્યક્તિ, જુઓ યાદી

Forbes India Rich List 2019: મુકેશ અંબાણી સતત 12માં વર્ષે દેશના સૌથી અમીર વ્યક્તિ, જુઓ યાદી

0

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનો અમીરોના લિસ્ટમાં દબદબો યથાવત છે. ફોર્બ્સ ઇન્ડિયાના તાજેતરના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી સતત 12માં વર્ષે દેશના સૌથી અમીર વ્યક્તિ તરીકે યથાવત છે. રિપોર્ટ અનુસાર સતત 12માં વર્ષે ફોર્બ્સ ઇન્ડિયાના સૌથી અમીર 100 લોકોના લિસ્ટમાં મુકેશ અંબાણી ટોપ પર છે.

મુકેશ અંબાણીની સંપત્તિ અંદાજે 28.4 કરોડ રૂપિયા વધી
મુકેશ અંબાણીની સંપત્તિ અંદાજે 28.4 કરોડ રૂપિયા (4 મિલિયન અમેરિક ડૉલર) વધીને અંદાજે 3.64 લાખ કરોડ રૂપિયા (51.4 બિલિયન) થઇ ચૂકી છે. જ્યારે બીજા સ્થાન પર અદાણી ગ્રૂપના ગૌતમ અદાણી છે. ગૌતમ અદાણીએ 8 અંકોના ઉછાળા સાથે લિસ્ટમાં બીજુ સ્થાન હાંસલ કર્યું છે. ટૉપ 5માં પ્રથમવાર ઉદય કોટકે સ્થાન બનાવ્યું છે. સ્ટીલ કંપની આર્સેલરના માલિક લક્ષ્મી મિત્તલ આ યાદીમાં ખૂબ નીચે છે. આ વર્ષે તેઓ યાદીમાં 9માં ક્રમાંકે છે.

દેશના ટોપ 10 અમીરોની યાદી
• મુકેશ અંબાણી – 3.64 લાખ કરોડ રૂપિયા
• ગૌતમ અદાણી – 1.11 લાખ કરોડ રૂપિયા
• હિંન્દુજા બ્રધર્સ – 1.10 લાખ કરોડ રૂપિયા
• પી મિસ્ત્રી – 1.06 લાખ કરોડ રૂપિયા
• ઉદય કોટક – 1.05 લાખ કરોડ રૂપિયા
• શિવ નાડર – 1.02 લાખ કરોડ રૂપિયા
• રાધાકૃષ્ણન દમાણી – 1.01 લાખ કરોડ રૂપિયા
• ગોદરેજ ફેમિલી – 85,200 કરોડ રૂપિયા
• લક્ષ્મી મિત્તલ – 74,550 કરોડ રૂપિયા
• કુમાર મંગલમ બિરલા – 68,160 કરોડ રૂપિયા

LEAVE YOUR COMMENT

Your email address will not be published.