1. Home
  2. ગુજરાતી
  3. જનરલ એટલાન્ટિક Jio પ્લેટફોર્મમાં રૂ.6598.38 કરોડનું કરશે રોકાણ
જનરલ એટલાન્ટિક Jio પ્લેટફોર્મમાં રૂ.6598.38 કરોડનું કરશે રોકાણ

જનરલ એટલાન્ટિક Jio પ્લેટફોર્મમાં રૂ.6598.38 કરોડનું કરશે રોકાણ

0
  • ફેસબૂક, સિલ્વર લેક અને વિસ્ટા ઇક્વિટી બાદ જિયોમાં ચોથું રોકાણ
  • જનરલ એટલાન્ટિક જિયો પ્લેટફોર્મમાં રૂ.6598.38 કરોડનું કરશે રોકાણ
  • આ રોકાણ RILના 1.34 ટકા ભાગીદારી બરાબર છે

ફેસબૂક, સિલ્વર લેક અને વિસ્ટા ઇક્વિટી પછી હવે જનરલ એટલાન્ટિક RILના રિલાયન્સ જિયો પ્લેટફોર્મમાં રૂ.6598.38 કરોડનું રોકાણ કરશે. ચાર સપ્તાહમાં જિયો પ્લેટફોર્મમાં આ સૌથી મોટું રોકાણ છે. આ ઉપરાંત એશિયામાં જનરલ એટલાન્ટિકનું સૌથી મોટું રોકાણ પણ છે. આ રોકાણ RILના 1.34 ટકા ભાગીદારી બરાબર છે.

આ અંગે જાણકારી આપતા રિલાયન્સે કહ્યું હતું કે રોકાણકારોના રોકાણથી જિયોને ભારતમાં એક ડિજીટલ સોસાયટીના નિર્માણ માટે પોતાની ઇકોસિસ્ટમને સક્ષમ કરવામાં મદદ મળશે. આ જિયોની ટેકનિકલ ક્ષમતાઓ તેમજ કોરોના વાયરસના સમયમાં અને તેનાથી આગળ વ્યાપાર મોડલની ક્ષમતાને મજબૂત કરે છે.

ઇક્વિટી મૂલ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો જનરલ એટલાન્ટિકે જિયોની ઇક્વિટી વેલ્યૂ 4.91 લાખ કરોડ રૂપિયા અને એન્ટરપ્રાઇઝ વેલ્યૂ 5.16 લાખ કરોડ રૂપિયા લગાવી છે. રોકાણ પછી GAની કંપનીમાં ભાગીદારી 1.34 ટકા હશે.

નોંધનીય છે કે આ પહેલા ખાનગી ઇક્વિટી ફર્મ વિસ્ટા ઇક્વિટીએ પણ રિલાયન્સ જિયો પ્લેટફોર્મમાં 2.32 ટકા ભાગીદારી સાથે 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

(સંકેત)


LEAVE YOUR COMMENT