1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાની અસર: સોનું 1600 ડૉલરને પાર, ભારતમાં પણ વધી શકે છે ભાવ
કોરોનાની અસર: સોનું 1600 ડૉલરને પાર, ભારતમાં પણ વધી શકે છે ભાવ

કોરોનાની અસર: સોનું 1600 ડૉલરને પાર, ભારતમાં પણ વધી શકે છે ભાવ

0

ચીનમાં હજારો લોકોની જાન લેનાર કોરોના વાયરસનો હાહાકર દિન પ્રતિદીન વધી રહ્યો છે ત્યારે બીજી તરફ તેને કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં પણ તેજી આવે તેવા અણસાર છે. સ્થાનિક બજારમાં સોનાનો ભાવ રૂ.1000 વધીને રૂ.43,000 પ્રતિ દસ ગ્રામ પહોંચી શકે છે. વિશ્વના રોકાણકારોની નજર કોરોના વાયરસ પર છે. કોરોના વાયરસની અસરને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 1600 ડૉલર પ્રતિ ઔંસને પાર જઇ શકે છે. તેની અસરને કારણે સ્થાનિક બજારમાં સોનાનો ભાવ રૂ.1000 પ્રતિ દસ ગ્રામ વધવાનો અણસાર છે.

બીજી તરફ પેલેડિયમની વાત કરીએ તો 1.6 ટકા ઉછાળા સાતે 2677.08 ડોલર પ્રતિ ઔંસને વટાવી ગયું છે. તેને પ્રથમ સેશનમાં 2683.50 ડૉલરનો રેકોર્ડ હાઇ બનાવ્યો હતો. પેલેડિયમ વાહનોમાં કેટલીક કન્વર્ટર તરીકે વપરા છે. વર્ષ 2019માં તેની કિંમત આશરે 54 ટકા વધી ગઇ છે. આ ઉપરાંત ચાંદી પણ 0.4 ટકા વધીને 18.24 ડૉલર પર પહોંચી ગઇ છે. જે 18.26 ડોલર સાથે ત્રણ અઠવાડિયાનાં ટોચે હતી.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.